તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળમાં દોઢ માસ પહેલાનાં ગૌમાંસ કેસમાં 1 શખ્સની અટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાં દોઢ માસ અગાઉ પોલીસે એક રહેણાંક મકાન અને કબ્જા ભોગવટાની દુકાનમાં મળી વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલો 200 કિ.ગ્રા. ગૌવંશના માંસનો જથ્થો ઝડપી લીધો હતો. પરંતુ આરોપી પિતા-પુત્ર ફરાર થઈ ગયા હતા. દરમ્યાન પોલીસે બે પૈકી એકની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પવિત્ર શ્રાવણ માસમાં ગત તા.4 ઓગસ્ટ 2019નાં રોજ શહેરના નવાપરા ખાટકીવાડામાં રહેતા હનીફ ઉર્ફે વલ્લો આહમદભાઈ શેખ તથા તેના પુત્ર ઈબ્રાહીમ ઉર્ફે ઈબલાએ પોતાના મકાન અને દુકાનમાં ગૌવંશનો ગેરકાયદેસર મટનનો જથ્થો રાખ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે મકાન અને ત્યાંથી થોડે દૂર આવેલી દુકાનમાંથી માંસ, બે છરી, લોખંડના કોયતા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પરંતુ આરોપીઓ મળી આવ્યા ન હતા. પશુ ચિકિત્સક તથા એફ.એસ.એલ.માં આ માંસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે પશુ સરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાન ઈન્ચાર્જ પી.એસ.આઈ. ડી.કે.વાઘેલાએ ફરાર હનીફભાઈ ઉર્ફે વલ્લો આહમદભાઈ કારવા શેખ(ઉ.વ.45)ને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે રીમાન્ડ બાદ કેવી હક્કિકતો બહાર આવે છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...