તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાની વાયુદળ દ્વારા ભારતીય હવાઈ સીમાના ભંગ બાદ બુધવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાકિસ્તાની વાયુદળ દ્વારા ભારતીય હવાઈ સીમાના ભંગ બાદ બુધવારે સાંજે વડાપ્રધાન મોદી અને ભારતીય સૈન્યની ત્રણે પાંખના વડા વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૈન્યના ત્રણે વડાને સ્વતંત્રતા આપી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગુપ્તચર એજન્સીઓના વડા પણ મોજુદ હતા. 24 કલાકમાં સૈન્યના ત્રણે પાંખના વડા સાથે વડાપ્રધાન મોદીની આ બીજી બેઠક હતી. વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક દોઢ કલાક ચાલી હતી. બેઠકમાં વડાપ્રધાને પાકિસ્તાનના દબાણ સામે ઝૂકવાનો ઈનકાર કર્યો હતો. તથા પૂરેપૂરી તૈયારી સાથે જવાબ આપવા માટે તૈયાર રહેવા સૈન્યના ત્રણે વડાને જણાવ્યું હતું. અગાઉ દિવસ દરમ્યાન અગ્રણી ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓના વડાઓની પીએમઓ ખાતે બેઠકો યોજાઈ હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે પણ ત્રણે પાંખના વડાઓ સાથે અલાયદી બેઠક યોજી હતી.

દરમ્યાન બુધવારે કોંગ્રેસ સહિત વિપક્ષના 21 પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણી પાછળ ઠેલવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં વિપક્ષના નેતાઓએ જવાનોની શહીદીના મુદ્દે થતા રાજકારણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ આ બેઠક સર્વસામાન્ય લઘુતમ કાર્યક્રમ ઘડવા મુદ્દે મળવાની હતી પણ બાદમાં આ એજન્ડા મોકૂફ રખાયો હતો. બેઠક બાદ જાહે કરાયેલા સંયુક્ત નિવેદનમાં ભારતીય વાયુદળની કાર્યવાહી બદલ ગર્વ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ સાથે પણ બેઠક યોજી હતી. જો કે આ બેઠકના એજન્ડામાં સરહદ પરની પરિસ્થિતિ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો