તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દોરના પિતૃ પર્વત પર 71 ફૂટ ઊંચા, 108 ટન વજનના પિતરેશ્વર હનુમાન બિરાજ્યા, પાંચ પ્રકારની લેસર લાઇટથી તેજ વધે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇન્દોરમાં પિતૃ પર્વત પર હનુમાનજીની 108 ટન વજનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ. 14 ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઇ. મુખ્ય મહોત્સવ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ચાલ્યો. આ દરમિયાન અહીં 9 દિવસ સતત અતિરુદ્ધ યજ્ઞ અને મહાશિવપુરાણની સાથે શ્રી રામ કથાનું આયોજન થયું. મોરારી બાપુ, અવધેશાનંદ મહારાજ સહિત દેશના ઘણા મોટા સંતોએ શ્રી પિતરેશ્વર હનુમાનધામ ખાતે આવીને આશીર્વાદ લીધા. સમગ્ર આયોજનનું સુકાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના હાથમાં હતું. મહોત્સવના છેલ્લા દિવસે 3 માર્ચે અહીં નગરભોજનનું આયોજન કરાયું. પિતરેશ્વર હનુમાન ધામથી બડા ગણપતિ સુધીના 7 કિ.મી. લાંબા રસ્તા પર આ નગરભોજન થયું. તેમાં 10 લાખ લોકો પ્રભુપ્રસાદ લેશે તેવો ટાર્ગેટ રખાયો હતો. આયોજકોનો દાવો છે કે 10 લાખથી વધુ લોકોએ પ્રસાદ લીધો અને આ દેશનું સૌથી મોટું નગરભોજન છે. તેને બ્રિટનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને આયોજક કૈલાશ વિજયવર્ગીયને તેનું સર્ટિફિકેટ પણ મળ્યું.

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે 7 કિ.મી.માં 10 લાખ લોકોનું નગરભોજન, વર્લ્ડ બુક આૅફ રેકોર્ડ્સમાં સ્થાન


મૂર્તિનું તેજ વાસ્તુ પ્રમાણે દેખાય છે

મૂર્તિની ચારેય તરફ વિવિધ પ્રકારની 5 લેસર લાઇટ લગાવાઇ છે, જેથી અંધારામાં મૂર્તિનું તેજ વાસ્તુ પ્રમાણે દેખાય. લાઇટ્સ અગ્નિ-વાયવ્ય ખૂણાના હિસાબે લગાવાઇ છે. જર્મનીથી મંગાવાઇ છે. મંદિર 5 એકરમાં ફેલાયેલું છે.

વાસ્તુ પ્રમાણે મૂર્તિ અષ્ટધાતુની બનેલી છે

હનુમાનજીની મૂર્તિ અષ્ટધાતુનો ઉપયોગ કરીને વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવાઇ છે. મૂર્તિનું મુખ પણ વાસ્તુ પ્રમાણે નૈઋત્ય દિશામાં રખાયું છે. હવન કુંડ પણ અગ્નિ ખૂણામાં બનાવાયો છે, જેથી અગ્નિ વધુમાં વધુ પ્રગટે અને આખા શહેરને તેનો લાભ થાય.

ગદા 45 ફૂટ લાંબી, 9 બાય 18 ફૂટનું રામાયણ

મૂર્તિ 54 ફૂટ પહોળી, 71 ફૂટ ઊંચી અને 108 ટનની છે. હનુમાનજીના માથા પરનું છત્ર 18 ફૂટનું છે. તેના પર 108 વખત રામ નામ લખેલું છે. ગદા 45 ફૂટ લાંબી છે. મૂર્તિની સામે પંચધાતુનું 9 બાય 18 ફૂટનું રામાયણ સ્થાપિત કરાયું છે. મૂર્તિની સ્થાપના માટે ચબૂતરો બનાવાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો