તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતીમ દિવસે ઇન્ટ્રા-ડેમાં નવી ઉંચાઇએ પહોંચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતીમ દિવસે ઇન્ટ્રા-ડેમાં નવી ઉંચાઇએ પહોંચ્યા બાદ અંતે બીએસઇ સેન્સેક્સ 135.36 પોઇન્ટના ઘટાડા સાથે 39140.28 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 34.35 પોઇન્ટ ઘટી 11752.80 પોઇન્ટ બંધ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કયુ-4 પરિણામ પૂર્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ત્રણ ટકા સુધી મજબૂત રહ્યો હતો. જોકે, તેજી પાછળનું મુખ્ય કારણ સાઉદી અરામકો રિલાયન્સ રિફાઇનરી તથા પેટ્રોકેમનો 25 ટકા હિસ્સો ખરીદશે તેવા અહેવાલે તેજી રહી હતી. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટરમાં પ્રોફિટબુકિંગના કારણે ઘટાડો રહ્યો હતો.

માર્કેટ કેપ 153.49 લાખ કરોડ રહી હતી. સેક્ટોરલ આધારિત એનર્જી 1.93 ટકા જ્યારે ઓઈલ-ગેસ 0.75 ટકા સુધર્યા હતા. તે સિવાયના તમામ સેક્ટર્સ નેગેટીવ રહ્યા હતા. રિયાલ્ટી 2.33 ટકા તૂટ્યો હતો. પાવર, મેટલ, યુટિલિટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, બેઝિક મટિરિયલ્સમાં 1થી 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ પેકની 31 સ્ક્રિપ્સ પૈકી 22માં ઘટાડો જ્યારે 9 સ્ક્રિપ્સ વધીને બંધ રહી હતી. જ્યારે કુલ ટ્રેડેડ 2727 સ્ક્રિપ્સ પૈકી માત્ર 886 સ્ક્રિપ્સમાં સુધારો અને 1674 સ્ક્રિપ્સમાં ઘટાડો રહ્યો હતો. આમ માર્કેટ બ્રેથ્ડ તથા સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું હતું. સ્પાઈસ જેટે હાલ 6 નવા બોઈંગ કાર્યરત કર્યા છે. તેમજ આગામી બે સપ્તાહમાં 27 નવી ફ્લાઈટ કાર્યરત કરવાના અહેવાલે સ્પાઈસ જેટ ઈન્ટ્રા ડે 152.60ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. અંતે પ્રોફિટ બુકિંગ સાથે સુધરી 136.25 પર બંધ રહ્યો હતો.

FIIમાં 1038.46 કરોડની લેવાલી, ડીઆઈઆઈ વેચવાલ : વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય સ્ટોક માર્કેટમાં રોકાણ સતત વધી રહ્યુ છે. એફઆઈઆઈ 1038.46 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોએ 337.59 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...