DivyaBhaskar News Network
Jul 19, 2019, 09:10 AM ISTઅભિજીત શ્રીવાસ્તવ | નવી દિલ્હી
મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડ કપમાં 272 રન કર્યા, જે ભારતીય બેટ્સમેનોમાં રોહિત, કોહલી અને રાહુલ બાદ સૌથી વધુ છે. પરંતુ ધોનીના રનોની હવે મેચ પર ઈમ્પેક્ટ જોવા મળી રહી નથી. પાંચમા-છઠ્ઠા ક્રમે આવી ના તો તે ઝડપથી રન કરી શકતો ના તો તે મેચ ફિનિશ કરી શકતો. આ તો નક્કી છે કે ભારતીય ક્રિકેટે ધોનીની આગળ વધવાનો સમય આવી ગયો છે. સવાલ એ છે કે શું નિવૃત્તિ માટે ધોની હજુ રાહ જોશે કે ટૂંકસમયમાં જ જાહેરાત થઈ શકે છે. આ મામલે 2 મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને કપિલ દેવના ઉદાહરણ છે, જેને સમજી ધોની પોતાના મામલે કોઈ પરિણામ સુધી પહોંચી શકે છે. 2011 વર્લ્ડ કપ જીત બાદ સચિન પાસે નિવૃત્તિ લેવાની શ્રેષ્ઠ તક હતી. જોકે તેણે આમ કર્યું નહીં. તે પછી સચિનનું પ્રદર્શન સતત ખરાબ રહેવા લાગ્યું. 2011 વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેવા સુધી સચિને 21 વન-ડેમાં 39.43ની એવરેજથી અને 23 ટેસ્ટમાં 33ની એવરેજથી જ રન કર્યા. આ રીતે કપિલ દેવ 1988માં જ વન-ડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ચૂક્યો હતો, પરંતુ ટેસ્ટમાં રેકોર્ડનો તોડવા કપિલ 4 વર્ષ વધુ રમ્યો હતો. હવે ધોની ફરીવાર અટકળોને ખોટી સાબિત કરે છે કે નિવૃત્તિ મામલે 2 પૂર્વ ક્રિકેટરોના માર્ગ પર આગળ ચાલવાનો નિર્ણય કરે છે.