તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત શુક્રવારે હું પૂણેમાં પોતાના એક મિત્રની સાથખે કારમાં પ્રવાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત શુક્રવારે હું પૂણેમાં પોતાના એક મિત્રની સાથખે કારમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે રસ્તામાં અમારી પાછળ એક યુવાન ડ્રાઇવર કારણ વગર હોર્ન વગાડી રહ્યો હતો અને થોડીક વારમાં તેણે અમને હેરાન કરી દીધા. હું કાર રોકીને તેને માર્ગના કાયદાઓની એક જોરદાર સલાહ આપવાનો જ હતો કે મિત્રે મને રોકી દીધો અને કહ્યું ‘જવા દો, શું ખબર , બની શકે છે આજે તેની નોકરી જતીરહી હ ોય અને તેની માનસિક સ્થિતિ સારી ન હોય?મારા ચહેરાના હાવભાવ જોઇને તે બોલ્યો તમે આને સ્લો ડાઉન કહો કે બીજું કોઇ નામ આપો, પણ આ દિવસોમાં કેટલીક આઇટી કંપનીઓ જાણીજોઇને પોતાના વધુ કર્મીઓને છુટા કરવા માટે શુક્રવારનો દિવસ પસંદ કરી રહી છે જેથી તેમના બાકી કર્મીઓ આગલા બે દિવસની રજા હોવાના લીધે ઓફિસ આવવાના બદલે આ અંગે ઘરે વાત કરી શકે અને સોમવારે જ્યારે પાછા અાવે ત્યારે તેમનું મન હળવું હોય.જો કે, મેં આને એક પ્રકારની ક્રૂરતા કહી અને પછી અમે બન્ને બીજી વાત કરવા લાગ્યા. જોેકે આ ઘટનાને હૂં પણ ભૂલી ગયો હતો, પણ બુધવાર રાતથી લઇને ગુરુવારની સવાર સુધી મે એમેઝોન પ્રાઇમની નવી સીરીઝ ‘ધ ફેમિલી મેન’ના બધા 10 એપિસોડ એક જ રાતમાં જોઇ નાંખ્યા, તો મને પુણેની કારવાળાની ફરી યાદ આવી.મનોજ વાજપેયી કેન્દ્રિત ભૂમિકાવાળી આ એક ઇન્ડિયન એકશન-ડ્રામા સીરીઝ છે. તેમાં એક મધ્યમ વર્ગની એક વ્યક્તિની વાત છે,જે ઇન્વેસ્ટિગેશન એજન્સીના સ્પેશિયલ સેલમાં કામ કરે છે. એક બાજુ જ્યાં તે દેશને આતંકવાદીઓથી બચાવે છે, તો બીજી બાજુ પોતાના જ અત્યંત ભેદી, ભારે દબાણ અને ઓછા પગારવાળી નોકરીથી પોતાના પરિવારને દૂર રાખે છે. સીરીઝની વચ્ચે હું ક્યાંક મનોજની પત્ની સુચિત્રાની ભૂમિકા નિભાવતી પ્રિયામણિ, ભાવી રોકાણકારોને પોતાની કંપનીની વ્યવસાયિક યોજના વિષે જણાવે છે જેથી માનસિક રોગોથી પીડિેત લોકોની મદદ કરી શકાય છે. તે કહે છે ‘જ્યારે આપણે શરીરથી માંદા થઇએ છીએ તો આપણે ડોક્ટરની પાસે જતા હોઇએ છીએ, પણ જ્યારે આપણે મનથી માંદા થઇએ છીએ તો અમે પ્રોફેશનલની મદદ લેવાથી ડરીએ છીએ.અમેરિકન સાઇકોલોજિકલ એસો.ના પૂર્વ અધ્યક્ક્ષ અને મનોવૈજ્ઞાનિક માર્ટી સેલિગમેનનું કહેવું છે કે જો કોઇ વ્યક્તિ અેવું કહે તેની નોકરી તેની નિષ્ફળતાના લીધે ગઇ, તો નવી નોકરી મેળવવામાં તેની સંભાવના પણ ઓછી થઇ જાય છે. પરિણામ એ આવે છે કે છેવટમાં અપમાન, વિફળથઆ અને વધુ સંવેદનશીલતાથી લઇને ચિંતા,અાક્રોશ અને પોતાની ઉપર દયા ખાવાની સ્થિતિ પેદા થાય છે. અને વ્યક્તિ નોકરી ગુમાવવાને પોતાનું દુર્ભાગ્ય ગણાવે છે.જ્યારે આ અનુભવ તેને પોતાના પ્રતિ જાગૃત બનાવીને અેક મોટી તક અાપે છે, જેથી તે પોતાની પ્રાથમિકતાઓને ફરીથી પરખી શકે અને એક નવી નોકરી મેળવી શકે.

ફંડા એ છે કે સમાજ, સંબંધી અને મિત્રો તમને એ રૂપમાં ઓળખે છે જે તમે છો, તે તમારા કામથી તમારા વિષે અભિપ્રાય બનાવે તે યોગ્ય નથી. એવું ત્યારે જ તશે જ્યારે તમારી અંદર ભવિષ્યના પડકારોને લઇને આત્મવિશ્વાસ બનેલો રહે.

અન્ય સમાચારો પણ છે...