તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમરે કહ્યું- સૈન્યએ માગ નથી કરી તો પછી સરકારે હાઇવે કેમ બૅન કરી દીધો?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓમરે કહ્યું- સૈન્યએ માગ નથી કરી તો પછી સરકારે હાઇવે કેમ બૅન કરી દીધો?

એજન્સી | શ્રીનગર
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે અઠવાડિયામાં બે દિવસ જાહેર જનતા માટે બંધ કરવાના વિરોધમાં બુધવારે ધરણાં પર બેઠા હતા. વહીવટીતંત્રએ સુરક્ષાદળોના કાફલાની સુરક્ષિત અવર-જવર માટે આ આદેશ જારી કર્યો હતો. ઓમરે હાથમાં પ્લેકાર્ડ રાખ્યું હતું, જેના પર લખ્યું હતું- ‘હાઇવે બૅન અનએક્સપેટેબલ’. ઓમર અને તેમના સમર્થકોએ આદેશ પાછો ખેંચવાની માગ કરી. તેમણે 20 મિનિટ સુધી સૈન્યનો કાફલો રોકી રાખ્યો. ઓમરે કહ્યું કે અમે સરકારને વારંવાર કહી રહ્યા છીએ કે તે આ તઘલખી ફરમાન અંગે ફેરવિચાર કરે.નેશનલ હાઇવે પર જાહેર જનતા માટે અવર-જવર પર પ્રતિબંધ લાદવાની જરૂર નથી. સૈન્યએ પણ આવી માગ કરી નહોતી. પૂર્વ આર્મી ચીફ વી. પી. મલિકે પણ આ બૅનને ખોટો ગણાવ્યો છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે પણ આ મામલે સંરક્ષણ, ગૃહ, પરિવહન મંત્રાલયો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી 10 દિવસમાં જવાબ માગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...