તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ભયા કેસ: બે દોષિતોની ક્યુરેટિવ અરજી પર 14મીએ સુનાવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી | નિર્ભયાકાંડમાં મોતની સજા પામેલા ચારમાંથી બે ગુનેગારોની ક્યુરેટિવ અરજી સુપ્રીમકોર્ટે સ્વીકારી લીધી છે. હવે પાંચ જજની બેન્ચ ફાંસીની તારીખથી 8 દિવસ પહેલાં 14 જાન્યુઆરીએ સુનાવણી કરશે. જસ્ટિસ એન.વી. રમના, અરુણ મિશ્રા, આર.એફ. નરિમન, આર. ભાનુમતિ અને અશોક ભૂષણની બેન્ચ બપોરે 1.45 કલાકે અરજી પર સુનાવણી કરશે. ક્યુરેટિવ પિટિશન પર બંધ ચેમ્બરમાં જ સુનાવણી કરાય છે. કોઇ પણ દોષિત પાસે આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હોય છે. બે દોષિતો વિનય શર્મા અને મુકેશકુમારે મોતની સજા વિરુદ્ધ ક્યુરેટિવ અરજી દાખલ કરી છે. જ્યારે અન્ય બે ગુનેગારો અક્ષય અને પવને આ વિકલ્પ પસંદ ન કર્યો. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીએ દોષિતો વિરુદ્ધ ડેથ વોરન્ટ જારી કર્યા હતા. જે મુજબ ચારેય ગુનેગારોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 કલાકે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો