ગોંડલના મોવિયા રોડ ઉપર ઓગણીસ દિવસની માસૂમ બાળા કજીયા
ગોંડલના મોવિયા રોડ ઉપર ઓગણીસ દિવસની માસૂમ બાળા કજીયા કરતી હોય સારવાર માટે ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બાળાના મોત અંગે તેના પિતાએ શંકા વ્યક્ત કરતા શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગોંડલના મોવિયા રોડ ઉપર રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીને ત્યાં 19 દિવસ પહેલા જ પુત્રીનો જન્મ થયો હતો અને તેનું કિંજલ નામ રખાયું હતું. ગુરુવારે સાંજના કિંજલ કજીયા કરતી હોય તેની માતાએ ટીપા પીવડાવ્યા બાદ પણ શાંત ન થતા ગોંડલ બાદમાં રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. બાળકીના પિતા કેતનભાઇએ કિંજલના મોત અંગે શંકા વ્યક્ત કરતા શહેર પોલીસના પી.એસ.આઇ અલકા ઠાકોર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
કેતનભાઇ રૈયાણીએ પોલીસને જણાવ્યું હતું કે, કિંજલ રડી રહી હોય પત્ની સંગીતા અથવા તેની માતાએ ટીપા પીવડાવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ કિંજલે રડવાનું બંધ કર્યું ન હતું. ટીપામાં કોઈ ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હોવાની શંકા છે.