નિફ્ટીમાં 11400 તૂટતા 11300નો સપોર્ટ જોવા મળી શકે....

Div News - nifty may end up 11400 with support of 11300 062006

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
ફ્ટી-50 શુક્રવારે મજબૂતી સાથે ખૂલ્યો હતો પરંતુ ઊંચા સ્તરે ટકી શક્યો નહોતો અને મહત્વના સપોર્ટને તોડીને નીચે બંધ આવ્યો હતો. જેને જોતાં આગામી સપ્તાહે બજારમાં વધુ ઘટાડાની શક્યતા નકારી શકાતી નથી. યુએસ ફેડ રિઝર્વની આગામી બેઠકમાં રેટ કટની શક્યતા પાછળ વૈશ્વિક બજારોમાં ઘટાડોમાં મજબૂતી જોવા મળતી હતી ત્યારે ભારતીય બજારોમાં વેચવાલી જોવા મળી હતી. ક્રૂડના ભાવમાં બે દિવસોમાં 8 ટકાથી વધુના ઘટાડા બાદ યુએસે ઈરાનના ડ્રોનને તોડી પાડ્યાંના અહેવાલ પાછળ તેમાં 2 ટકાનો સુધારો નોંધાયો હતો. આરબીઆઈ સહિતની વૈશ્વિક મધ્યસ્થ બેંક્સ અર્થતંત્રમાં માગ વૃદ્ધિ માટે રેટ કટ કરી રહી છે. મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. કોર્પોરેટ અર્નિંગ્સમાં રિવાઈવલ હજુ જોવા નથી મળ્યું અને વિદેશી રોકાણકારો જોખમ ટાળવાના મૂડમાં છે. જુલાઈ મહિનામાં એફઆઈઆઈએ અત્યાર સુધીમાં રૂ.4000 કરોડની વેચવાલી નોંધાવી છે. માર્કેટને જરૂરી બળ પૂરું પાડવામાં બજેટ નિષ્ફળ રહ્યું છે. સ્થાનિક સંસ્થાઓ અને મ્યુચ્યુલ ફંડ્સ બજારને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આપણું બજાર એક વર્ષ ફોરવર્ડ અર્નિંગ્સને ધ્યાનમાં રાખતાં હજુ પણ પ્રિમિયમ પર ટ્રેડ થઈ રહ્યું છે. તે 19ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. એ જોવાનું રહેશે કે બજાર આ પ્રિમિયમ જાળવી શકે છે કે નહિ. ભારતના 10-વર્ષના બોન્ડ યિલ્ડ તૂટીને 6.૩ ટકાની સપાટી પર જોવા મળ્યાં છે. બોન્ડ યિલ્ડ્સ અને અર્નિંગ્સ યિલ્ડ્સ મની મેનેજર્સ માટે નિર્ણય લેવા માટે મહત્વના સાધનો છે. જુલાઈ-ઓગસ્ટ 2018માં 10-વર્ષ માટેના યિલ્ડ 8 ટકા પર પહોંચ્યાં હતા અને ત્યારબાદ આરબીઆઈના રેટ કટના આધારે તેમાં ઘટાડો શરૂ થયો હતો. આનાથી વિપરીત અર્નિંગ્સમાં મધ્યમ વૃદ્ધિને કારણે ઈક્વિટી યિલ્ડ્સ ફ્લેટ રહ્યાં છે. ઈન્ડેક્સ પણ સ્થિર રહ્યો છે. ઈક્વિટી યિલ્ડ અને બોન્ડ યિલ્ડ વચ્ચેનો સ્પ્રેડ ઘટતો જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક રીતે જોઈએ તો જ્યારે પણ યિલ્ડનો ગાળો સંકડાતો હોય ત્યારે ઈક્વિટી માર્કેટમાં કરેક્શન અને કોન્સોલિડેશન જોવા મળ્યું છે. આમ નજીકના સમયગાળામાં આપણે ઈક્વિટી માર્કેટમાં કોન્સોલિડેશન જોઈ શકીએ છીએ.

ટેકનિકલી જોઈએ તો નિફ્ટીમાં તીવ્ર કરેક્શનને જોતાં મંદીવાળાઓ પરત ફર્યાં હોય એવું જણાય છે. 11700ના સ્તર પર ટકવામાં નિષ્ફળતાં નિફ્ટીમાં નરમાઈ સૂચવે છે. તેનો હવેનો સપોર્ટ 11425નો છે. જેની નીચે 200 ડીએમએના સ્તર 11૩00 પર સપોર્ટ મળી શકે છે. સુધારે 11650નો અવરોધ છે. ઓપ્શન્સમાં 12000ની સ્ટ્રાઈક્સમાં સૌથી ઊંચી પોઝીશન છે. જોકે 11700 અને 11800ની રેંજમાં મુખ્ય અવરોધ છે. આ બંને સ્ટ્રાઈકસમાં પણ ઊંચી પોઝીશન છે. પુટ બાજુએ 11૩00ની સ્ટ્રાઈકમાં ઊંચી પોઝીશન છે. જ્યારબાદ 11500ની સ્ટ્રાઈકમાં ઊંચી પોઝીશન છે. (લેખક: ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ છે)w

માર્કેટ વોચ

આસિફ હિરાણી

X
Div News - nifty may end up 11400 with support of 11300 062006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી