તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ દિવસ સુધી સતત ઘટાડા બાદ નિફ્ટીમાં રિકવરી જોવા મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ દિવસ સુધી સતત ઘટાડા બાદ નિફ્ટીમાં રિકવરી જોવા મળી હતી અને તેણે દૈનિક ચાર્ટ પર ઈનવર્સ હેમર ફોર્મેશન રચ્યું હતું. બુધવારથી જ તેજીવાળાઓએ બજાર પર પકડ પાછી મેળવી હતી અને તેની પાછળ બેન્ચમાર્ક 100 દિવસની મુવીંગ એવરેજ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. બજાર લાંબા સમયથી ઓવરસોલ્ડ ઝોનમાં હતું અને તેથી એક બાઉન્સની અનિવાર્યતા હતી જ. ટેકનિકલ્સ જોઈએ તો નિફ્ટીને 11600નો સપોર્ટ છે અને 10900 પર તે 11100 સુધી જઈ શકે છે.

સરકારે રૂ. 48000 કરોડની રિકેપિટલાઈઝેશન યોજનાની જાહેરાત કરતાં પીએસયુ બેંક્સમાં ખરીદી જોવા મળી હતી. અમારા મતે હાલમાં પીએસયૂ બેંક્સ પૂરતી મૂડી ધરાવે છે અને ક્રેડિટ સાઈકલ પણ સામાન્ય બની રહી છે. આમ આ ક્ષેત્રે લાંબાગાળે રોકાણની તકો ધીમે-ધીમે ઊભી થઈ રહી છે. જોકે આ ક્ષેત્રે પસંદગીના નામોમાં જ રોકાણનું વિચારી શકાય. પૂરતા મૂડી પર્યાપ્તતા બાદ ઘણી બેંક્સના નામ આરબીઆઈના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કમાંથી બહાર આવી જશે. વૈશ્વિક બજારોમાં સ્થિરતાની પણ ભારતીય બજાર પર પોઝીટીવ અસર જોવા મળી હતી.

યુએસ ફેડે અગાઉના તેના રેટ વૃદ્ધિના વલણમાં યુ-ટર્ન લેતાં બજારોને રાહત મળી હતી. ભારત સિવાય અન્ય ઈમર્જિંગ બજારોએ ચાલુ વર્ષની શરૂઆતથી નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો અને તેથી ટૂંકાગાળમાં ભારતીય બજાર અન્ય હરિફોની સરખામણીમાં સારો દેખાવ દર્શાવી શકે છે. ચાલુ કેલેન્ડરમાં એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ 8.5 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી લગભગ ફ્લેટ છે. એશિયન બજારો તેમના ક્રિસમસના તળિયાથી 1૨ ટકા જેટલા સુધર્યાં છે. સ્થાનિક સ્તરે ઘણા ક્ષેત્રોમાં વર્તમાન વેલ્યૂએશન્સ વાજબી છે. ફાર્મા શેર્સ ખરીદીની સારી તક પૂરી પાડી રહ્યાં છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ફાર્મા ક્ષેત્રે ડાઉનગ્રેડ્સના કારણે કરેક્શન દર્શાવ્યું હતું. જોકે ત્રીજા ક્વાર્ટરમાં તેમણે ત્રણ વર્ષના ઉત્તમ પરિણામો દર્શાવ્યાં હતા. યુએસ વોલ્યુમ્સમાં વૃદ્ધિ જોવા મળી છે. ઉપરાંત ઘણી દવા કંપનીઓએ તેમના નોન-કોર બિઝનેસ વેચ્યાં છે. અમારા મતે ફાર્મા કંપનીઓમાં બોટમીંગ આઉટ શરૂ થઈ ચૂક્યું છએ. ચાલુ નાણાકિય વર્ષમાં નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 11 ટકા જેટલો ઘટાડો સૂચવે છે. જ્યારે નિફ્ટી એક ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ફાર્મા એક ડિફેન્સિવ નેચર ધરાવતું રોકાણ છે. આમ અનિશ્ચિતતાના સમયમાં તે નાણા પાર્ક કરવા માટે સારી અનૂકૂળતા પૂરી પાડી રહ્યું છે. (લેખક: ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો