તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિફ્ટી 11800 ક્રોસ થઇ 12000 ભણી આગેકૂચ: ગોલ્ડન ક્રોસ રેકોર્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્સેક્સની આગેવાની હેઠળ આજે ફાઇનાન્સ, ટેલિકોમ, ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ, સ્મોલ અને મિડકેપ સેગ્મેન્ટમાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ રહી હતી. જોકે, એકમાત્ર રિયાલ્ટી ઇન્ડેક્સ 0.86 ટકા નરમ રહ્યો હતો. નિફ્ટીએ આજે 11800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ કમ સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી છે. બીજી તરફ મેક્રો-ઇકોનોમિક પ્રોત્સાહક પરીબળો અને એશિયાઇ શેરબજારો પણ 9 માસની ટોચે પહોંચ્યા હોવાની અસર ઉપરાંત લોકસભા ચૂંટણીઓની મોસમની સાથે સાથે શેરબજારોમાં પણ તેજીની મોસમ પૂરબહારમાં જામી છે. જેના કારણે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ એવી આગાહી કરવા લાગ્યા છે કે, નિફ્ટી 12000 થશે ને 13000 થશે…!! પરંતુ ટેકનિકલ એનાલિસ્ટ્સના મત મુજબ નિફ્ટીએ ‘‘ ગોલ્ડન ક્રોસ’’ નોંધાવી છે. જ્યારે 50 દિવસીય મૂવિંગ એવરેજ (ડીએમએ) 200 દિવસીય મૂવિંગ એવરેજ(ડીએમએ)ને પણ ક્રોસ કરી જાય ત્યારે ગોલ્ડન ક્રોસ રચાઇ ગણાય. જેમાં આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટે એવી આગાહી કરી છે કે, નિફ્ટી 12800-13000 પોઇન્ટ સુધી નાણાકીય વર્ષ 2020ના અંત સુધીમાં સુધરી શકે છે. જૂન-2003થી અત્યારસુધીમાં નવમાંથી સાત વાર ગોલ્ડન ક્રોસ પોઝિશન જોવા મળી છે. ત્યારબાદ એક વર્ષના ગાળામાં નિફ્ટીએ 15 ટકાનો સુધારો નોંધાવ્યો છે. 15 માર્ચ-19ના રોજ નિફ્ટીની 50-ડીએમએ 10890 હતી. જ્યારે 200-ડીએમએ 10889ની હતી..

સેન્સેક્સ પેકની 31 પૈકી 27 સ્ક્રીપ્સ સુધરી: સેન્સેક્સ પેકની 31 પૈકી 27 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી બેન્ક શેર્સનો દબદબો રહ્યો હતો.

પોલિકેબ ઇન્ડિયા 22% પ્રીમિયમે લિસ્ટેડ, જેટ 8% તૂટ્યો
પોલિકેબ ઇન્ડિયાનો આઇપીઓ આજે રૂ. 538ની ઇશ્યૂ પ્રાઇસ સામે 22 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થતાં રોકાણકારો ગેલમાં આવી ગયા છે. શેર રૂ. 633ની સપાટીએ 17.65 ટકા ઊંચે ખુલી ઉપરમાં 24 ટકા ઊછળી રૂ. 667.55 થઇ છેલ્લે 21.41 ટકાના સુધારા સાથે રૂ. 655ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇશ્યૂ 52 ગણો ભરાયો હતો.

જેટ એરવેઝ 8 ટકા તૂટ્યો: કંપનીએ તેની કામગીરી કામચલાઉ ધોરણે બંધ કરી હોવાના અહેવાલો પાછળ શેર 7.62 ટકા તૂટી રૂ. 241.85 બંધ રહ્યો હતો. જે દિવસ દરમિયાન એક તબક્કે 18.56 ટકા તૂટી રૂ. 213.20 થઇ ગયો હતો.

સ્પાઇસજેટ ચાર દિવસમાં 40 ટકા ઉછળ્યો: સ્પાઇસ જેટનો શેર સળંગ ચાર દિવસની તેજીમાં 40.49 ટકાના ઉછાળા સાથે રૂ. 132.70ની સપાટીએ બંધ રહ્યો છે. આજે પણ શેર 11.19 ટકા ઊછળ્યો હતો. જે દિવસ દરમિયાન 13.78 ટકા સુધી સુધર્યો હતો. તેજ રીતે અન્ય એવિએશન શેર ઇન્ટરગ્લોબ એવિએશન પણ 7.35 ટકા ઊછળી રૂ. 1583.15 બંધ રહ્યો હતો. સ્પાઇસજેટ સોમવારે પણ 9 ટકા, શુક્રવારે 8.5 ટકા સુધર્યો હતો. કંપની 16 બોઇંગ વિમાન એડ કરશે તેવા અહેવાલો પાછળ આ સુધારો જોવાયો હતો.

એફઆઇઆઇની ધૂમ ખરીદી: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 1038.58 કરોડની નેટ ખરીદી જોવા મળી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની જોકે રૂ. 37.22 કરોડની ટોકન ખરીદી રહી હતી. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2724 પૈકી 1292 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1279 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ સતત સુધારાનું રહ્યું છે.

જૂન-2003થી ગોલ્ડન ક્રોસ અને સુધારો...
તારીખ નિફ્ટી રિટર્ન

7 જુલાઇ-03 1141 37.4

26 ઓક્ટો-04 1781 35.3

16 ઓગ.-04 3356 24.8

26 મે-09 4117 19.4

12 મે-12 5360 -4.1

27 જુલાઇ-12 5100 15.4

1 નવે.-13 6307 29.5

31 મે-16 8160 -0.7

21 ફેબ્રુ.-17 8909 16.7

નિફ્ટી આગેકૂચ, ખરીદીમાં સાવચેતી
નિફ્ટી 12000ની સપાટી તરફ કૂચ કરી રહ્યો છે. મંગળવારે માર્કેટમાં મોમેન્ટમ ખૂબ મજબૂત હતું અને તે ટકી રહેવાની શક્યતા પણ ઊંચી છે. એફઆઈઆઈ તરફથી ફ્લો જળવાયો છે. વૈશ્વિક બજારોનો સપોર્ટ છે. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી માર્કેટમાં બ્રોડ-બેઝ સુધારો જોવા મળી રહ્યો છે અને તે માર્કેટમાં તેજીવાળાઓનો આત્મવિશ્વાસ ઊંચો હોવાનો સંકેત છે. નવી ખરીદીમાં સાવચેતી રાખવી જોઈએ. વૈભવ શાહ, ડિરેક્ટર, મોનાર્ક નેટવર્થ કેપિટલ

વીપ્રોનો Q4 નફો 38 ટકા વધ્યો, રૂ. 10500 કરોડના બાયબેક થશેવીપ્રોએ માર્ચ-19ના અંતે પુરા થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 38.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2493.9 કરોડ (રૂ. 1800.8 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 8.9 ટકા વધી રૂ. 15006.3 કરોડ (રૂ. 13768.6 કરોડ) થઇ છે. સમગ્ર વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો 12.6 ટકા વધી રૂ. 9017.9 કરોડ અને આવકો રૂ. 7.5 ટકા વધી રૂ. 58584.5 કરોડ થઇ છે. કંપનીએ 32.3 કરોડ શેર્સ શેરદીઠ રૂ. 325ની કિંમતે બાયબેક કરવા માટે રૂ. 10500 કરોડની બાયબેક યોજના પણ જાહેર કરી છે.

સિસ્ટમ બ્રીચ અને નુકસાન અંગે તપાસ: વીપ્રોમાં સાયબર સિક્યુરિટી બ્રીચના કેસના અનુસંધાનમાં કંપનીએ સ્વતંત્ર ફોરેન્સિક ફર્મને કામગીરી સોંપીને કંપનીના ક્લાયન્ટ્સ અને કેટલાંક કર્મચારીઓના એકાઉન્ટ્સને થયેલી અસરની તપાસ હાથ ધરી છે. સાયબરસિક્યુરિટી બ્લોગ ક્રેબ્સઓનસિક્યુરિટીના જણાવ્યા અનુસાર વીપ્રોની સિસ્ટમ બ્રીચ થઇ હતી અને તેના કેટલાંક ક્લાયન્ટ્સ સામે એટેકમાં ઉપયોગ થયો હોવાની આશંકા છે.

બનાવના પગલે વીપ્રો 2.4 ટકા તૂટ્યો: આ અહેવાલના પગલે અને પરીણામ પૂર્વે વીપ્રોનો શેર 2.45 ટકા (રૂ. 7.05 ટકા) તૂટી રૂ. 281.10ની સપાટીએ બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...