તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ભયાના દોષિત પવનનો નવો પેંતરો, પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવી દિલ્હી | નિર્ભયાકાંડના દોષિત પવન ગુપ્તાએ ચોથા ડેથ વોરન્ટ પર અમલથી 8 દિવસ પહેલાં ફાંસીથી બચવા માટે વધુ એક નવો પેંતરો અજમાવ્યો છે. હવે તેણે મારપીટ કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી હતી. ગુરુવારે કોર્ટમાં દાખલ અરજીમાં તેણે કહ્યું કે ગત વર્ષે જ્યારે તે મંડોળી જેલમાં કેદ હતો તો બે પોલીસકર્મીઓએ 26 અને 29 જુલાઈએ મારપીટ કરી હતી. તેનાથી તેના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેણે પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપવાની માગ કરી છે. તેના પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયાંક નાયકે મંડોળી જેલ તંત્રને નોટિસ આપી 8 એપ્રિલ સુધી જવાબ માગ્યો છે. નિર્ભયાના દોષિત ફાંસી ટાળવા માટે સતત પેંતરા અપનાવી રહ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી ચારેય દોષિતોની ફાંસી 3 વખત ટળી છે. હવે તેમને 20 માર્ચે સવારે 5 વાગ્યે ફાંસી અપાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો