નવી દિલ્હી | પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીર સાથે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીર સાથે છેડછાડ કરીને સોશયલ મીડિયા પર મુકવાના આરોપમાં જેલમાં ગયેલી ભાજપની મહિલા કાર્યકર્તાના જામીન અરજી સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રિયંકા શર્માને શરતી જામીન આપ્યા છે. ભાજપની આ યુવા નેતાની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

શરતી માફીના નિર્ણયનો વકીલે વિરોધ કર્યો | પ્રિયંકાના વકીલે શરતી જામીનનો વિરોધ કર્યો છે. તેમના કહ્યા પ્રમાણે આવું કરવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું અપમાન થશે. તેમને ભાજપના નેતાઓના પણ મજાકિયા પોસ્ટ બન્યા હોવાની વાત કરી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તીની સ્વતંત્રતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી તેનાથી કોઈને પરેશાની ન હોય.આરોપી સામાન્ય વ્યક્તિ નથી,તે એક રાજકીય કાર્યકર્તા છે. ત્યારબાદ કોર્ટે માફી માગવાની શરત હટાવી દીધી હતી.

ચાર દિવસથી પ્રિયંકા જેલમાં હતી | પ્રિયંકાએ મમતાનો ફોટોશોપ કરીને શેર કરી હતી. જેમાં પ્રિયંકા ચોપરાના મેટ વાળા રૂપમાં મમતાને બતાવવામાં આવ્યા હતા. આ તસવીર અંગે તૃણમૂલના કાર્યકર્તાઓ અને નેતાઓએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પ્રિયંકા શર્માની ધરપકડ કરીને તેને 14 દિવસન ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. પ્રિયંકાની 10મી એ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રિયંકાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં અભિયાન | સોશયલ મીડિયા પર પ્રિયંકાના સમર્થનમાં #Isupportpriyankasharma કેમ્પઈન ચાલી રહ્યું છે. યુઝર મમતાના મીમને તેમના ડીપીમાં રાખી રહ્યા છે. આસામના ભાજપ નેતા હેમંત બિસ્વ શર્માએ ભાજપની યુવા નેતાની ધરપકડને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું અપમાન ગણાવ્યું.

અન્ય સમાચારો પણ છે...