તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી | શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી | શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર થઈ ગયું છે. રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે 40 એકર વિસ્તારમાં બનેલું આ મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રને સમર્પિત કરશે. મેમોરિયલ દેશની રક્ષા માટે શહીદ થનારા 25 હજાર 942થી વધુ વીર જવાનોની યાદમાં બનાવાયું છે. નેશનલ વોર મેમોરિયલને એવી રીતે તૈયાર કરાયું છે જેનાથી રાજપથ અને તેની ભવ્ય રચના સાથે કોઈ ચેડાં ન થાય. તેની બાજુમાં સૂચિત નેશનલ વોર મ્યૂઝિયમ માટે યોગ્ય ડિઝાઈન નિશ્ચિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેનો પ્રારંભિક ખર્ચ અંદાજે 500 કરોડ રૂપિયા છે અને તેને તૈયાર થવામાં હજી થોડાક વર્ષ વધુ લાગશે. ષટકોણ આકારમાં બનેલા મેમોરિયલના કેન્દ્રમાં 15 મીટર ઊંચો સ્મારક સ્તંભ બનાવાયો છે. તેના પર ભિંત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિ બનાવાઈ છે. સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રીત છે - અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષક ચક્ર. તેમાં ભૂમી દળ, હવાઈ દળ અને નૌકાદળના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ છે. શહીદોના નામ દીવાલની ઈંટો પર કોતરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો