તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી દિલ્હી | પશ્ચિમ બંગાળના ડૉક્ટરોના સમર્થનમાં સોમવારે દેશભરના ડૉક્ટરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | પશ્ચિમ બંગાળના ડૉક્ટરોના સમર્થનમાં સોમવારે દેશભરના ડૉક્ટરો સજ્જડ હડતાળ પાડશે, જેમાં ગુજરાતના 12 હજાર ડૉક્ટર પણ જોડાશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને (આઈએમએ) કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો પરના હુમલાના વિરોધમાં ઈમરજન્સી સિવાયની બાકીની તમામ આરોગ્ય સેવા બંધ રહેશે, જેમાં ઓપીડીનો પણ સમાવેશ થાય છે. આ તમામ સેવા સોમવારે સવારે છ વાગ્યાથી મંગળવારે સવારે છ વાગ્યા સુધી 24 કલાક બંધ રહેશે. અમે દેશભરમાં ડૉક્ટરો પર હુમલા રોકવા મજબૂત કાયદાની માંગ કરીએ છીએ.

આ પહેલાં આઈએમએએ શુક્રવારે ચાર દિવસીય વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ડૉક્ટરો સાથે બંધ રૂમમાં વાતચીતનો ઈનકાર કર્યો હતો. ત્યાર પછી છઠ્ઠા દિવસે રવિવારે સંયુક્ત ફોરમની બેઠક બાદ તેમણે મીડિયા સામે ચર્ચા કરવા તૈયારી બતાવી હતી. પ. બંગાળમાં ડૉક્ટરોના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે પણ

...અનુસંધાન પાના નં. 10મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. એ બેઠક પારદર્શક અને દરવાજા પાછળ હોવી જોઈએ. મુખ્યમંત્રી સ્થળ પણ પસંદ કરી શકે છે, પરંતુ ત્યાં તમામ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અને નેશનલ મીડિયાને પણ સામેલ કરવાનું રહેશે.

નોંધનીય છે કે, મમતાએ શનિવારે ડૉક્ટરોને સચિવાલયમાં વાત કરવા બોલાવ્યા હતા, પરંતુ ડૉક્ટરો ગયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...