આત્માના નાથ પરમાત્મા છે, કાયમી સુખ બીજુ કોઇ ન આપી શકે

Barvala News - nath is the supreme god there is no other person who can give permanent happiness 060508

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:05 AM IST
સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આણંદ ખાતે સરદાર પટેલ બેન્ક્વેટ હોલમાં સત્સંગ સભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને કુંડળધામના પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સત્સંગનો લાભ આપ્યો હતો.આજ દિવસ સુધીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવા આ મહોત્સવમાં 25 લાખથી વધારે ભકતો લાભ લઇ શકે તેવી તૈયારીઓ વડતાલ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે.

સત્સંગનો લાભ આપતા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આત્માના નાથ પરમાત્મા છે તેના સિવાય બીજું કોઈ તેને કાયમી સુખ આપી શકે તેમ નથી. માટે તેનું ભજન કરવું ભજવા જેવા તો એક ભગવાન જ છે. આત્માને જાણવો અને પરમાત્માને માણવા એ જ સત્ય છે. પ્રીત કરજો પુરુષોત્તમમાં તો તમારી જિંદગી સફળ થઇ જશે. એવો અમે આ દુનિયાના તમામ જીવોને મેસેજ આપીએ છીએ.6 થી 12 નવેમ્બર 2019 દરમિયાન વડતાલ ધામ ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે.

સત્સંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર કેતનસિંહ પરમાર

X
Barvala News - nath is the supreme god there is no other person who can give permanent happiness 060508
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી