તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરવા તળાવમાં નર્મદાનું પાણી ભરાયું : ખેડૂતો કહે છે, આ વૉટર (પાણી) નહીં પણ વોટર (મતદાતા) છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |તાલુકાના ખેરવા અને દેવરાસણની સીમમાં આવેલા તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી નર્મદાનું પાણી ભરવામાં આવી રહ્યું છે. કેનાલના પાણી પર નિર્ભર ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો કે, શિયાળામાં પાણી જોઇતું હતું ત્યારે ન આપ્યું. આ પાણી હવે કોઇ કામનું નથી. ચૂંટણી નજીક આવી એટલે સરકારને ખેડૂતો યાદ આવ્યા. મતદાન જેવું પૂરું થશે એટલે પાણી પણ બંધ કરી દેશે. સરકાર માટે આ વૉટર નહીં પણ વોટર છે. સરકારે મતોને ધ્યાને રાખી પાણી છોડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...