તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારદ કૌભાંડ : IPS અધિકારી મિર્ઝાની ધરપકડ, 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારદ સ્ટિંગ ઓપરેશન મામલે સીબીઆઇએ ગુરુવારે આઇપીએસ એસએમએચ મિર્ઝાની ધરપકડ કરી હતી. સ્ટિંગ મામલે તપાસ એજન્સીએ પહેલી ધરપકડ કરી છે. ધરપકડ કર્યા પછી મિરઝાને વિશેષ કોર્ટમાં હાજર કરાયો હતો જ્યાં તેમને 30 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

તમને જણાવી દઈએ કે નારદ ન્યૂઝ પોર્ટલે 2014માં સ્ટિંગ ઓપરેશન કર્યુ હતું અને તે સમયે બર્દવાન જિલ્લાના પોલીસ કમિશ્નર વરિષ્ઠ આઈપીએસ અધિકારી એસએમએચ મિર્ઝા હતા. સ્ટિંગ ઓપરેશના વીડિયોમાં ટીએમસીના વરિષ્ઠ નેતાઓને મળી આવતા લોકો અને આઈપીઅેસ અધિકારી અમુક લાભના બદલે એક કાલ્પનિક કંપનીના પ્રતિનિધિઓ પાસેથી પૈસા લેતા દેખાયા હતા. આ વીડિયો 2016માં પ.બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા વાઈરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...