મુઘલ બાદશાહ: બાબર (1483 -1530 )

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે વેલેન્ટાઇન ડે અને મુઘલ બાદશાહ ઝહિરુદીન મોહમ્મદ બાબર, સ્વતંત્રતા સૈનિક મોહન ધારિયા, રાજનેતા સુષ્મા સ્વરાજ, સિને તારિકા મધુબાલા, ચિત્રકાર સોમાલાલ શાહ, પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનો જન્મ દિવસ છે. બાબરનો જન્મ આજના ઉઝ્બેકિસ્તાનના ફરઘાના ઘાટીના અંદીઝાનમાં. પિતાના મૃત્યુ પછી 12 જ વર્ષની ઉંમરે આ મહત્ત્વાકાંક્ષી કિશોરે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. લશ્કરી ફતેહ મેળવતા આખરે 21 એપ્રિલ 1526ના રોજ દિલ્હીના છેલ્લા સુલતાન ઇબ્રાહિમ લોદીને પરાસ્ત કરી ભારતમાં મુઘલાઈનો પાયો નાંખ્યો. બાબર શારીરિક રીતે તગડો અને અત્યંત શક્તિશાળી હતો. વ્યાયામ માટે બે માણસોને ખભે નાંખી તે ઢાળ ચડી જતો. લોકકથાઓ અનુસર બાબરે પોતાના માર્ગમાં આવેલી બધી નદીઓ તરીને પાર કરી હતી. ભારત વિજય તેના તોપખાના, કુશળ નેતૃત્વ અને ઝનૂનનું પરિણામ હતું. બાબરે ‘ગાઝી’, ‘કલંદર’ અને ‘પાદશાહ’ જેવી ઉપાધિ ધારણ કરી હતી. બાબરે ‘તઝૂક-ઇ-બાબરી’ (બાબરનામા) નામથી આત્મકથા લખી છે.26 ડિસેમ્બર 1530ના રોજ તે ભારતમાં 4 વર્ષની બાદશાહત ભોગવી 47 વર્ષની ઉંમરે આગ્રામાં મૃત્યુ પામ્યો. બાબરની અંતિમ ઈચ્છા મુજબ કાબુલમાં દફનાવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...