તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીનાં હરિપરમાં 10થી વધુ શ્વાનના શંકાસ્પદ મોત,પશુ પ્રેમીઓમાં અરેરાટી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી નજીકના હરીપર કેરાળા ગામમાં ગણતરીના દિવસોમાં એક સાથે 10થી વધુ શ્વાનનાં મૃત્યુ થયા હોવાનું ઘટના સામે આવી હતી. મોરબીના હરીપર કેરાળા ગામે છેલ્લા દિવસો થી અચાનક કુતરામાં કોઈ રોગ આવી હોય અથવા તો કોઈએ કુતરાને કોઇ ઝેરી વસ્તુ ખવડાવી હોય જેના કારણે કુતરા અધમૂવા થાયને રીબાઇ છે અને છેલ્લે તેઓના મૃત્યુ નીપજે તેવા બનાવો બની રહ્યા છે અને છેલ્લા પાંચેક દિવસોથી રોજના બે ત્રણ બે ત્રણ કુતરા ગામની અંદર મૃત્યુ પામી રહ્યા છે જેથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાના દહેશત ફેલાઇ છે અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે જેથી કરીને હરીપર ગામે કુતરાના અચાનક મૃત્યુ શા માટે થઈ રહ્યા છે તે અંગેની તપાસ શરૂ કરાઇ છે જો કે હજુ સુધી કયા કારણોસર શ્વાનના મૃત્યુ થઇ રહ્યા છે તે જાણવા મળ્યુ નથી. આ અંગેની તપાસ કરવામાં આવે તો શ્વાનનાં મોતનું કારણ સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો