તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div News Modi39s Assassination If There Is A Congress Government In The Country The Country Will Be Ruined The First Turn Will Be Gujarat 062128

મોદીના તીખા પ્રહાર | દેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો દેશ ખેદાનમેદાન થશે, પહેલો વારો ગુજરાતનો હશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યમાં ત્રણ શહેરોમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આણંદની જાહેરસભામાં કોંગ્રેસ વર્ષોથી ભારતના મધ્યમ વર્ગને અન્યાય કરતી આવી હોવાનું જણાવી કોંગ્રેસના ઢંઢેરામાં પણ ક્યાંય મધ્યમ વર્ગનો ઉલ્લેખ નહીં હોવાનું જણાવ્યું હતું. મોદીએ સરદારને કાયમ કોંગ્રેસે અન્યાય જ કર્યો હોવાનું કહી સરદારના નામે સરદારની ભૂમિમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સર્જીકલ સ્ટ્રાઈકના નામે પણ મત માગ્યા હતા.

ધર્મ-જાતિનું રાજકારણ | ભોપાલમાં 20 વર્ષ પછી ફરી સાધ્વી, 1999માં ઉમા ભારતી ચૂંટણી લડ્યાં હતાં
ભાજપનું હિંદુત્વ કાર્ડ: દિગ્ગી v/s પ્રજ્ઞા
ચર્ચા અેટલે : કારણ કે, માલેગાંવ વિસ્ફોટ કેસમાં નવ વર્ષ જેલમાં રહેલાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર જામીન પર બહાર છે

ભાસ્કર ન્યૂઝ | ભોપાલ

ભાજપે અનેક દિવસોની માથાકૂટ પછી ભોપાલમાં પોતાનો ચોંકાવનારો ઉમેદવાર જાહેર કરી લીધો છે. દસ વર્ષ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહેલા દિગ્વિજય સિંહની સરખામણીમાં ભાજપે માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ઉતાર્યા છે. તેમણે બુધવારે ભાજપનું સભ્યપદ લીધું હતું. તેના થોડા કલાકો પછી પક્ષે તેમને ટિકિટ આપી દીધી. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને દિગ્વિજય સિંહ એકબીજાના કટ્ટર વિરોધી મનાય છે. ...અનુસંધાન પાના નં. 7

લડીશ અને જીતીશ પણ ખરી...
મેં ઔપચારિક રીતે ભાજપનું સભ્યપદ લઈ લીધું છે. હું ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરી. મને શિવરાજ સિંહ ચૌહાણનું સમર્થન છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર, ભાજપ

સાધ્વીને શાંત શહેર પસંદ પડશે
 સાધ્વી પ્રજ્ઞાજીનું ભોપાલમાં સ્વાગત છે. આશા રાખું છું કે, આ રમણીય શહેરનું શાંત, શિક્ષિત અને સભ્ય વાતાવરણ તમને પસંદ પડશે. દિગ્વિજય સિંહ, કોંગ્રેસ

ટિકિટ અેટલે : કારણ કે, ભગવા આતંકવાદ શબ્દ કહેનારામાં દિગ્વિજય સિંહ સૌથી આગળ હતા માટે જ પ્રજ્ઞાને ટિકિટ અપાઈ

કહ્યું- ભગવાને માન આપીશ
કહ્યું- ભગવાને માન આપીશ
મોટી ટક્કર અેટલે : કારણ કે, દિગ્વિજય સિંહ દસ વર્ષ મુખ્યમંત્રી રહ્યા, 16 વર્ષ પછી ચૂંટણીમાં છે આથી ચર્ચાસ્પદ

ભાજપે પ્રજ્ઞાની જ પસંદગી કેમ કરી?

પહેલું કારણ :
દિગ્વિજયના સૌથી મોટા વિરોધી... કારણ કે, પ્રજ્ઞા કહે છે દિગ્વિજયે હિન્દુઓ પર આતંકી હોવાનો ડાઘ લગાવ્યો છે.

બીજું કારણ : ભોપાલમાં કુલ 18 લાખ મતદારોમાં 4.5 લાખ મુસ્લિમ... ભોપાલમાં ત્રીજા ભાગના મુસ્લિમ મતદારો છે. ધ્રુવીકરણથી ભાજપને ફાયદો થશે.

ત્રીજું કારણ : મધ્ય પ્રદેશના રાજકારણ પર અસર પડી શકે... ભોપાલમાં ધ્રુવીકરણની અસર રાજ્યની અન્ય બેઠકો પર પણ પડી શકે છે.

વડાપ્રધાન મોદીએ બુધવારે તેમના હિંમતનગર, સુરેન્દ્રનગર, વિદ્યાનગરના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન કોંગ્રેસને આડા હાથે લેતા જણાવ્યું હતું કે 2004થી 2014 સુધીની કોંગ્રેસની રિમોટ કંટ્રોલ સરકારે ગુજરાતનું જેટલું નુકસાન થઈ શકે તેટલું કર્યું હતું, ગુજરાતને ખેદાનમેદાન કરવા તેમનાથી થાય એટલું કર્યું હતું.

‘દક્ષિણના કાશી’માં રાહુલ નતમસ્તક
‘દક્ષિણના કાશી’માં રાહુલ નતમસ્તક
વાયનાડ | રાહુલ ગાંધીએ બુધવારે કેરળના થિરુનેલ્લી મંદિરમાં પૂજા કરી હતી. આ મંદિર નજીક સ્થિત પાપનાશિની નદીમાં રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની અસ્થિઓનું વિસર્જન કરાયું હતું.

આસ્થાનું મત દર્શન
આસ્થાનું મત દર્શન
અન્ય સમાચારો પણ છે...