તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી, ધોળકિયા, SNKની ફી મામલે FRCની શંકાસ્પદ ઢીલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય સરકારે વાલીઓ પાસે થતી ફીની ઉઘાડીલૂંટ અટકાવવા માટે ફી નિર્ધારણ કમિટીની રચના કરી હતી, પરંતુ આ ફી નિર્ધારણ કમિટી ખાનગી સ્કૂલના સંચાલકો માટે કાર્યરત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જે 3 સ્કૂલમાં અભ્યાસ કરે છે તેની ફી નક્કી કરવામાં એફઆરસી દ્વારા શંકાસ્પદ ઢીલ કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટીના ચેરમેન કોઠારી દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અરજી કરનારી સંખ્યાબંધ ખાનગી શાળાઓની ફી ગણતરીના દિવસોમાં નક્કી કરી નાખવામાં આવી હતી અને તેમાં વાલીઓને ફાયદો કર્યાના ભ્રામક આંકડાની માયાજાળ રજૂ કરવામાં આવી હતી, જ્યારે હકીકતમાં એફઆરસીએ જે સ્કૂલની ફી નક્કી કરી તેમાંથી મોટાભાગની સ્કૂલોમાં વાલીઓ પાસેથી લેવાતી હતી તેના કરતા વધુ ફી નક્કી કરાઇ છે.

તેવી જ રીતે છેલ્લા ચારેક માસથી રાજકોટ શહેરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી મોદી, ધોળકિયા અને એસએનકે સ્કૂલની ફી નક્કી કરવાનો પ્રશ્ન ટલ્લે ચડેલો છે. ચેરમેન કોઠારીએ ગત જાન્યુઆરી માસના છેલ્લા સપ્તાહમાં આ ત્રણેય સ્કૂલની ફી નક્કી કરી જાહેર કરી દેવાની જાહેરાત કરી હતી, પરંતુ ફેબ્રુઆરી પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી આ ત્રણ સ્કૂલની ફી નક્કી કરી શકાય નથી. જે એક મોટી શંકા ઊભી કરે તેવી બાબત છે.

બીજીતરફ કહેવાતા વિદ્યાર્થી નેતાઓ પણ વાર-તહેવારે જઈને આંદોલનના બૂંગિયા ફૂંકે છે. પરંતુ, નક્કર કામ કરાવી શકતા નથી. ત્યારે, આવી સ્કૂલોને મોકળું મેદાન મળી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો