તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર શીખતી સગીરા સામે આધેડ ટ્રેનરના ચેનચાળા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કાર શીખવતા એક ટ્રેનર પાસે કાર શીખતી સગીરાને ટ્રેનરે અશ્લીલ હરકત કરી ચેનચાળા કરતા સગીરાએ તેની માતાને જાણ કરતાં પોલીસે આધેડ વયના ટ્રેનરની ધરપકડ કરી છે. વસ્ત્રાપુરમાં રહેતી એક સગીરા આધેડ વયના ખાનગી ટ્રેનર દિનેશ પાસે કાર શીખવા જતી હતી. એક દિવસે સગીરાની માતા પણ દીકરીની સાથે કારમાં બેઠી હતી. તેને કારમાંથી ઉતારી દીધાં હતાં. ત્યારબાદ દિનેશ સગીરાને લઈને કાર સૂમસામ રસ્તા પર લઈ ગયો હતો. જ્યાંં કાર થોભાવડાવી તેણે સગીરાની સામે જ ગંદી હરકત કરવાનું શરૂ કરી દીધું હતું. સગીરાએ ગભરાઈને બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. દૂર ઊભેલી માતાને કંઈક અજુગતું લાગતાં તે ત્યાં પહોંચી ગઈ હતી. સગીરાએ તેની માતા સમક્ષ સમગ્ર બિના વર્ણવતાં મહિલાએ દિનેશને ઠપકો આપ્યો હતો અને આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી દિનેશની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો