માળિયાના અણીયારી ટોલનાકા પાસે 18.07 લાખના દારૂ સાથે બે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાની માળિયા પોલીસે માળિયાના અણીયારી ટોલનાકા પાસેથી રુ.18.07 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. ટ્રક દારૂ બિયરનો જથ્થો મળી કુલ 28.12 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ બે દિવસ પહેલા મોરબી એલસીબીએ દુધના વાહનદારૂની હેરાફેરી નિષ્ફળ બનાવી હતી અને હરિપર નજીક બિનવારસી હાલતમાં ટ્રક પકડી પાડયો હતો.ત્યાં ફરી માળિયા મી.પોલીસને વધુ એક સફળતા મળી હતી અને અણીયારી ટોલનાકા પાસેથી પીએસઆઇ જી.વી.વાણિયા અને ટીમના સભ્યોએ વોચ ગોઠવી હતી અને હરિયાણાનાં પાસિંગ વાળા જીજે 46સી 9033 નમ્બરના આઇસર ટ્રકને રોકાવી ટ્રક ચાલકની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ટ્રક ચેક કરતા તેમાંથી રૂ.7.70 લાખની કિંમતની વહીસ્કીની બોટલ,5.76 લાખની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ તેમજ 2.83 લાખની કિંમતની બિયર બોટલ સહિત કૂલ 18 લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલિસે તુરત ટ્રક અને બે મોબાઇલ તેમજ દારૂ બિયરના જથ્થો મળી કુલ 28.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ટ્રક કાર્યવાહી હાથ ધરી હતી જગદીશકુમાર શ્રીરામ મહેરસિંગ ખાતિજ અને સંતોષ ત્રિપાલસિંગ રાજપૂતને ઝડપી લીધા હતા અને બન્ને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...