તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાનના 6 દિવસ પહેલાં મહાવીર જયંતી એટલે આજે મહાવીરના 4 સિદ્ધાંત દરેક મતદાર માટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવિત્રતા| વોટથી પવિત્ર કંઇ જ નથી, તે લોકશાહીને જીવંત રાખે છે

આપણો મત સૌથી પવિત્ર હોય છે. તમારો એક વોટ માત્ર સરકાર નથી બનાવતો, પણ લોકશાહીની પવિત્રતાને જીવંત રાખે છે. આને કોઇ છળ કે કપટમાં ફસાવવા દેતા નહીં. મહાવીરનો અર્થ છે - પરાક્રમી, શૂરવીર, બળવાન. એટલે જ મતદાનના દિવસે આપણે કોઇ લાલચમાં આવ્યા વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કર લોકતંત્રના મહાવીર બનવું જ પડશે.

1
સત્ય| કોઇની વાતોમાં ના આવી

જતા, સત્ય જાણીને મત આપો

મહાવીર સ્વામીએ કહ્યું હતું કે ના તો પોતાના લાભ માટે જુઠુ બોલો કે ન તો બીજાના. ચૂંટણીમાં બધા તમને લોભાવવા જાત-જાતના પ્રચાર કરશે. બની શકે કે જૂઠનો સહારો લેવાય. કોઇની જૂઠી વાતમાં ના ફસાશો. જેને વોટ આપવા જાઓ છો, તેના સત્ય વિશે માહિતગાર થજો. તેના વિચાર, તેની માન્યતા જાણજો. તેના દાવાને પરખજો, દાવાઓને ચકાસજો.

2
અહિંસા| મત આપવા માટે કોઈના પર ક્યારેય બળજબરી કરશો નહીં

ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે તો અહિંસા એ મહાવીર સ્વામીનો સૌથી પ્રિય સિદ્ધાંત છે. મત આપવા માટે શાબ્દિક કે શારીરિક હિંસા આચરવામાં આવતી હોય છે. પણ આ વખતે નિશ્ચય કરીએ કે મત માટે કોઈના પર બળજબરી કરીશું નહીં. મતદાન એ પવિત્ર ફરજ છે. હિંસાનો આશરો લઈને આ પવિત્ર કાર્યને અભડાવવાનું કાર્ય આપણે કરીશું નહીં.

3
4
સંયમ| કોઇ પણ માહિતી શૅર

કરતાં પહેલાં ક્રોસચેક ખાસ કરજો

મહાવીર સ્વામી કહે છે કે વેરભાવ છે ત્યાં સુધી આત્મકલ્યાણ થતું નથી. ક્ષમા આપતો રહેજે. ક્ષમા વીરનું લક્ષણ છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત છે સંયમ. સોશિયલ મીડિયાના જમાનામાં સંયમ ના ગુમાવશો. માહિતી શેર કરતાં પહેલાં સાચી છે કે ખોટી એ ખાસ ચેક કરજો. સંયમ ગુમાવ્યા વિના જાત પર કાબુ રાખી મત આપજો.

અન્ય સમાચારો પણ છે...