તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું, ‘ગાયના સ્પર્શથી નકારાત્મકતા દૂર થાય છે’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાષ્ટ્ર સરકારના રાજ્યમંત્રી યશોમતિ ઠાકુરે શનિવારે ફરી વિવાદિત ટિપ્પણી કરી. તેમણે અમરાવતીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ગાયને સ્પર્શવાથી નકારાત્મકતા દૂર થાય છે. મંત્રીઓને ખાતાંની ફાળવણીના આગલા દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક જાહેરસભામાં યશોમતિએ એમ કહી નાખ્યું હતું કે તેમની સરકારે હજુ થોડા સમય પહેલા જ શપથ લીધા છે અને હજુ તેમણે ખિસ્સા ગરમ કરવાના બાકી છે.

તેમણે એમ પણ કહેલું કે તમને બધાને ખબર છે કે અગાઉ બધા પ્રકારની રમત રમાઇ ચૂકી છે. પહેલા અમારી સરકાર નહોતી અને હવે અમે શપથ લઇ લીધા છે પણ હજુ અમારા ખિસ્સા ભરેલા નથી. વિપક્ષના લોકો પાસે બહુ પૈસા છે અને તેમના ખિસ્સા બહુ મોટા છે.

તેઓ તમને પૈસા આપવા આવે તો ઘરે આવેલી લક્ષ્મીને ના ન પાડતા પણ વોટ પંજાને આપજો. ટોસાના ધારાસભ્ય અને મહિલા-બાળ વિકાસ મંત્રી યશોમતિએ શનિવારે એક કાર્યક્રમમાં કહ્યું, ‘આપણી સંસ્કૃતિ કહે છે કે જો તમે ગાયને સ્પર્શ કરશો તો બધી નકારાત્મકતા દૂર થઇ જશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો