તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્ર સહકારી બેન્ક ગોટાળાના કેસમાં તપાસ માટે જાતે એન્ફોર્સમેન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર સહકારી બેન્ક ગોટાળાના કેસમાં તપાસ માટે જાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની બેલાર્ડ પિયર સ્થિત ઓફિસમાં જવાનો નિર્ણય રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે લીધો હતો, પરંતુ કમિશનર સંજય બર્વે અને કાયદો તથા સુવ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર વિનય ચૌબેએ પવારને રૂબરૂ મળીને વિનંતી કરતાં તેમણે ઈડી ઓફિસમાં જવાનું ટાળ્યંુ હતું.

બેન્ક ગોટાળામાં ઈડીએ વિવિધ પક્ષના 70 નેતાઓ સામે ગુના દાખલ કર્યા છે. જોકે બે દિવસ પૂર્વે શરદ પવારનું નામ પણ જોડવામાં આવ્યું. આથી રાજકીય પ્રત્યાઘાત પડવાનું શરૂ થયું હતું. પવારે હવે પછી ચૂંટણીપ્રચારનાં કામોમાં વ્યસ્ત થવાના હોવાથી શુક્રવારે જાતે ઈડી ઓફિસમાં જઈને પૂછપરછનો સામનો કરવાની તૈયારી બતાવી હતી. તેમણે પોતાના કાર્યકરોને ઈડીની ઓફિસ પાસે ભેગા નહીં થવાનો અનુરોધ કર્યો હતો.

જોકે પક્ષના નેતા જિતેન્દ્ર આવ્હાડે પવારની માફી માગીને અમે ઈડી ઓફિસ પાસે જઈશું જ એમ જાહેર કર્યું હતું. રાજ્યભરમાં રાષ્ટ્રવાદીનું વર્ચસ હોય ત્યાં કાર્યકરો રસ્તા પર ઊતર્યા હતા. આથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ થવાની શક્યતા ઊભી થઈ હતી. ઈડી ઓફિસની બહાર તો પોલીસે બોલતું ડ્રોન ફેરવ્યું હતું, જેમાં એકસાથે ચારથી વધુ લોકોને ભેગા નહીં થવાનો અને કાયદો હાથમાં નહીં લેવાનો સંદેશ આપવામાં આવતો હતો. આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. જોકે બીજી બાજુ કમિશનર અને જોઈન્ટ કમિશનરે રૂબરૂ મળીને પવારને સમજાવતાં તેમણે ઈડી ઓફિસમાં જવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...