મહંત સ્વામીએ અબુધાબીમાં શાહી મસ્જિદના શેખ નાહ્યાનને અમૃત કળશ અર્પણ કર્યો

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
Div News - mahant swami offered amrit kulgash to sheikh nahyan of the royal mosque in abu dhabi 061132
Div News - mahant swami offered amrit kulgash to sheikh nahyan of the royal mosque in abu dhabi 061132
પ. પૂ. મહંત સ્વામી મંગળવારે અબુધાબીની શાહી મસ્જિદની મુલાકાતે પહોંચ્યા હતા. આ શાહી મજલિસમાં શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર મુલાકાતમાં પ. પૂ. મહંત સ્વામીએ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાનને અબુધાબીમાં BAPS મંદિર બનાવવામાં જે મદદ કરી તે બદલ અમૃત કળશ અર્પણ કર્યો હતો. અહીં ઉપસ્થિત તમામ 50 સંતોનું શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાએ સ્વાગત કર્યું હતું. મસ્જિદના ડિરેક્ટર જનરલ ડૉ. યુસુફ અલોબૈદલીએ મહંત સ્વામી અને તમામ સંતોને મસ્જિદના વિવિધ પાસાંથી માહિતગાર કર્યા હતા. મહંત સ્વામીએ કિબ્લા દીવાલ પર કુફિક લિપિમાં કોતરાયેલા અલ્લાહનાં 99 નામે પ્રાર્થના વ્યક્ત કરી હતી. અહીં શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને મહંત સ્વામીને આ મસ્જિદ વિષયક એક પુસ્તક ભેટમાં અર્પણ કર્યું હતું. ત્યાર બાદ શેખ પોતે ગોલ્ફ કોર્ટ હંકારીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને શાહીદ સ્મારકની મુલાકાતે લઈ ગયા હતા.

શેખે ગોલ્ફ કોર્ટ હંકારી સ્વામીને શાહીદ સ્મારકની મુલાકાત કરાવી

પ. પૂ. મહંત સ્વામીએ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાનને અબુધાબીમાં BAPS મંદિર બનાવવામાં જે મદદ કરી તે બદલ અમૃત કળશ અર્પણ કર્યો હતો. તેમ જ શેખે ખુદે ગોલ્ફ કોર્ટ હંકારીને સ્વામીને શાહીદ સ્મારકની મુલાકાત કરાવી હતી.

X
Div News - mahant swami offered amrit kulgash to sheikh nahyan of the royal mosque in abu dhabi 061132
Div News - mahant swami offered amrit kulgash to sheikh nahyan of the royal mosque in abu dhabi 061132
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી