તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગલમા વસતા સિંહ, દિપડો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંગલમા વસતા સિંહ, દિપડો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમરેલીના લીલીયા રેંજ મોટા ભંડારીયા રાઉન્ડ અને ચાંદગઢ બીટના ચાંપાથળની સીમમા આજે સવારના દસેક વાગ્યાના સુમારે ત્રણ-ચાર બાળકો રમી રહ્યાં હોય ત્યારે અચાનક એક દિપડો ધસી આવ્યો હતો અને એક બાળકને ઉપાડી જઇ પીંખી નાખતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. બાળકની લાશને પીએમ માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખસેડાઇ હતી. અને વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી ગયો હતો. દિપડાએ બાળકને ફાડી ખાધાની આ ઘટના અમરેલી નજીક આવેલ ચાંપાથળ ગામની સીમમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી આવેલ સુરેશભાઇ મનુભાઇ નાકરાણીની વાડીમા રહી પારસીંગભાઇ માલાભાઇ કટારા નામનો આદિવાસી પરિવાર મજુરીકામ કરતો હોય તેમનો છ વર્ષનો પુત્ર ચિરાગ પારસીંગભાઇ કટારા તેમજ અન્ય બે ત્રણ બાળકો વાડીએ ખુલ્લામા રમતા હતા. સવારના દસેક વાગ્યાના સુમારે અહી અચાનક એક દિપડો ધસી આવ્યો હતો અને જોતજોતામા ચિરાગને ઉઠાવી જઇ થોડે દુર પીંખી નાખ્યો હતો. બાદમા પરિવારના સભ્યો અહી દોડી ગયા હતા. જો કે ત્યાં દિપડાએ તેને ગંભીર ઇજા પહોંચાડી દીધી હોય તેનુ મોત નિપજયું હતુ. ચિરાગની લાશને પોસ્ટમોર્ટ માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખસેડવામા આવી હતી. ઘટના અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી ટીમ દોડી ગઇ હતી અને માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે આદિવાસી પરિવારમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...