ચૂંટણીથી શીખો મેનેજમેન્ટની સાચી રીત

Div News - learn the true way of management from the elections 061143

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
રતના લોકતંત્રમાં સૌથી મોટો તહેવાર મનાવાઇ રહ્યો છે. પણ આ તહેવારની ખુશી ત્યારેજ વધી શકે છે જ્યારે પ્રત્યેક નાગરિક પોતાના પ્રતિનિધિના રૂપમાં સૌથી યોગ્ય ઉમેદવારને મત આપે. ભારતની સામાન્ય ચૂંટણીમાં અત્યાર સુધી મહત્તમ મતદાન 2014માં થયું, જેમાં 66.40 ટકા યોગ્ય મતદારોએ પોતાના મતની તાકતનો ઉપયોગ કર્યો. મતદાનને અનિવાર્ય બનાવવું તો સરળ છે,પણ તેને જાતે પ્રેરાઇને કરવું એજર લોકતંત્રની વાસ્તવિક શક્તિ છે. મંગળવારે જ્યારે ગુજરાતમાં 26 બેઠકો માટેનું મતદાન આજ તબક્કે થયું-કેટલીક કંપનીઓ ખુલીને સામે આવી અને લોકોને કહ્યું ,પોતાની સહી લગાડેલી આંગળી બતાવો અને લાભ લઇને જાઓ. લાભમાં એ દિવસ માટે ડબલ સેલરી,પુરતો અવકાશ અને ત્રણ દિવસની રજા પણ હતી, જે આ પ્રાઇવેટ કંપનીઓએ પોતાના કર્મીઓને મત આપવા માટે પ્રલોભન આપ્યું હતું.હોમ ઓટોમેશન કરનાર કંપની સ્માર્ટવોચે પોતાના કર્મીઓને મત આપવા માટે રીતસર શપથ લેવડાવ્યા અને નિર્દશ જારી કર્યા કે તેમની ફ્રેન્ચાઇઝીના લોકોએ જો મત ન નાંખ્યો તો તેમનો એ દિવસનો પગાર કપાઇ જશે. પ્રહલાદનગરની એક ગ્રાફિક ડિઝાઇનિંગ કંપની ક્રિએટિવ લૂમ્સે પોતાના કર્મી માટે મતદાનના આગલા દિવસે પોતાની સહીવાળી આંગળી બતાવવાનું ફરજિયાત કર્યું હતું. જે લોકો બહારના હતા તે મત નાંખી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ હતી. જ્યારે મત નાંખનાર સ્થાનીક કર્મીઓને આ મહીને બે अઅતિરિક્ત વિકલી ઓફ આપ્યા હતા.બીજી બાજુ અમદાવાદની અનેક હાઉસિંગ સોસાયટીઓએ પોતાના પરિસરમાં મ્યૂઝિકની સાથે ખાણી-પીણીની સુંદર વ્યવસ્થા કરી હતી જેથી કરીને ત્યાંના રહેવાસીઓ એકત્રિત થાય અને પોતાનો મત જઇને આપે.તેમનો એક જ લક્ષ્ય હતો કે આ વખતે 100 ટકા વોટિંગ થવું જ જોઇએ.ઉપરોક્ત કંપનીઓ મોટા ભાગે આઇટી કંપનીઓ છે અને તેના કર્મચારીઓની ઉંમર 30 વર્ષની છે.વિશેષજ્ઞ આને સાચી રીત માને છે. તેમનું માનવું છે કે ઇનામ આપવું, સજા આપવાથી વધુ પ્રભાવી છે. જો તમારી કંપનીમાં યુવા કર્મચારીઓ છે, તો તેમના સકારાત્મક વ્યવહારને માન્યતા આપવાથી સામાજિક વાતાવરણમાં તેમની વચ્ચે સારે વ્યવહાર માટે ઉપરોક્ત પ્રતિક્રિયા થાય છે.

ફંડાએ છે કે નવી પેઢીના સારા પ્રદર્શન માટે તેમને નિયમોેનો ડર બતાવવાના બદલે પ્રોત્સાહન, પારિતોષિક અને માન્યતા જેવા શબ્દોનો ઉપયોગ કરવું વધું સારુ રહેશે.

ભા

મેનેજમેન્ટ ફંડા

X
Div News - learn the true way of management from the elections 061143

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી