ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» વાંકલમાં નાયબ કલેક્ટર, ડીવાય એસપી બનેલા ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન

    વાંકલમાં નાયબ કલેક્ટર, ડીવાય એસપી બનેલા ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન

    DivyaBhaskar News Network | Last Modified - Mar 26, 2018, 04:45 PM IST

    વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ વિસ્તારના ત્રણ વિદ્યાર્થીઓએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અધિકારીઓ બની...
    • વાંકલમાં નાયબ કલેક્ટર, ડીવાય એસપી બનેલા ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન
      વાંકલમાં નાયબ કલેક્ટર, ડીવાય એસપી બનેલા ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન
      વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ વિસ્તારના ત્રણ વિદ્યાર્થીઓએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અધિકારીઓ બની પોતાનું અને આદિવાસી ચૌધરી, ગામીત સમાજનું નામ રોશન કરતા ત્રણેય તેજસ્વી તારલાઓનું વાંકલ ગામે આદિવાસી સમાજના અગ્રણીઓ અને વરિષ્ઠ આગેવાનોએ ભવ્ય સન્માન કર્યુ હતું. માંગરોળ તાલુકા પૂર્વ પટ્ટી વિસ્તારમાં મહત્તમ આદિવાસી સમાજ વસવાટ કરે છે આ નાનકડા ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે ત્રણ વિદ્યાર્થીઓએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અધિકારીઓ બનતા ખાસ માંગરોળના આદિવાસી ચૌધરી ગામીત સમાજમાં વિરલ ઘટનાથી આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી અને વાંકલ ગામે સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સન્માન સમારોહનું આયોજન થયું હતું. જેમાં તેજસકુમાર લાલજીભાઈ ચૌધરી રહે, ઘોડાબાર હાલ ઝંખવાવ, તા. માંગરોળ, નાયબ કલેક્ટર બનેલા છે. જીજ્ઞેશકુમાર જિતેન્દ્રભાઈ ગામીત રહે, રટોટી, તા,માંગરોળ નાયબ પોલીસ અધિક્ષક તેમજ ચીંતનકુમાર હિતેન્દ્રભાઈ ચૌધરી રહે, નાંદોલા તા, માંગરોળ સેક્શન અધિકારી બન્યા છે. આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓને સમાજના આગેવાનોએ શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વાંકલમાં નાયબ કલેક્ટર, ડીવાય એસપી બનેલા ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `