• Gujarati News
  • ઉંમરપાડામાં આયોજિત લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર રહેલા અગ્રણીઓ.

ઉંમરપાડામાં આયોજિત લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર રહેલા અગ્રણીઓ.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડામાં આયોજિત લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર રહેલા અગ્રણીઓ.

લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં સમસ્યાની રાવ

ઉંમરપાડામાં મેડિકલ ઓફિસર, તલાટીની જગ્યા ભરવા માગ

વિધવા સહાય વૃદ્ધ પેન્સન અને રેફલમાં સ્ટાફની નિમણૂકના પ્રશ્નો થયાં

ભાસ્કર ન્યૂઝ. વાંકલ

ઉંમરપાડાતાલુકાના રાજ્ય સરકાર પ્રેરિત લોક સંવાદસેતુ રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના મંત્રી કાંતિભાઈ ગામીતની અધ્યક્ષતામાં યોજાયા કુલ 54 જેટલા પ્રશ્નોની રજૂઆત થતાં પ્રશ્નોના નિરાકરણની દિશામાં પ્રયાસો હાથ થયા હતાં.

ઉંમરપાડા તાલુકા પંચાયત ખાતે સુરત જિલ્લા વિકાસ અધિકારી વિજય ખરાડી તેમજ પ્રાંત અધિકારી જયંત ઠેસીયાની ઉપસ્થિતિમાં મહુવા તાલુકાના પ્રજાજનો અને જાગૃત આગેવાનોએ મહત્વના કનડતા પ્રશ્નોની ધારદાર રજૂઆતો કરી હતી. જેમાં ઉંચવણ ગ્રા. પં. ડેપ્યુટી સરપંચ સંજય ગામીતે રજૂ કરેલા પ્રશ્નોમાં હાલ ઉંમરપાડા તાલુકામાં માત્ર પાંચથી તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવે છે. જેથી એક તલાટી પંદરથી વધુ ગામડાઓનો વહીવટ ચલાવી રહ્યાં છે.

બીજી રીતે રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર સહિત 14 જગ્યા ખાલી છે. સમગ્ર તાલુકામાં વહીવટી અને આરોગ્ય જેવા મહત્વના મુદ્દા તાલુકામાં શૂન્યવકાશ થઈ રહ્યાંની પ્રબળ રજૂઆતો કરી હતી. વધુમાં તેમણે ડીજીવીસીએલ કંપની દ્વારા ગરીબ વીજ ગ્રાહકને લાખો રૂપિયાના બિલો વારંવાર ફટકારવામાં આવી રહ્યાં હોવાની રજૂઆત કરી હતી.

ઉંમરપાડા તાલુકાના વૃદ્ધ પેન્સન અને વિધવા સહાયના પણ અનેક વ્યક્તિગત પ્રશ્નો રજૂ થયા હતાં. જેમાં મહત્તમ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીને લગતા વળગતા પ્રશ્નોની ભરમાર રહી હતી. વધુમાં જૂમા વાડીના સવિતાબહેન વસાવાએ જંગલ જમીન ખેડૂતા ખેડૂતોને દાવા મુજબની જમીન આપવામાં આવી નથી. જે જમીન ખેડૂતો ખેડી રહ્યાં છે.

ભૂતકાળમાં જગંલ જમીન ખેડૂત ખેડૂતો ઉપર દંડનીય કાર્યવાહી પણ થઈ છે. ત્યારે ખેડૂતોને તેના હક મુજબની જમીન કાયદેસર રીતે ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. લોક સંવદા સેતુમાં કુલ 54 જેટલા પ્રશ્નો રજૂ થયા હતાં. ઉંમરપાડામાં યોજાયેલા લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને તાલુકાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહી ભાગ લઈ કાર્યક્રમ સફળ‌ બનાવ્યો હતો.