• Gujarati News
  • National
  • માંગરોળના રણકપોર ગામે રસ્તો બનાવવા બાબતે તલવાર ઉછળી

માંગરોળના રણકપોર ગામે રસ્તો બનાવવા બાબતે તલવાર ઉછળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના રણકપોર ગામે રસ્તો નહીં બનાવવા બાબતે થયેલા ઝઘડામાં આજ ગામના વિરોધ જૂથના સભ્યોએ લાકડી અને મારક હથિયારો સાથે ધસી આવી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ કરી ઘર અને વાહનનોની તોડફોડ કરતાં 16 જેટલા ઈસમો વિરદ્ધ માંગરોળ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

રણકપોર ગામે છેલ્લા દશ વર્ષથી ગામમાં બે જુથ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં બંને જુથો સામસામે આવાર નવાર ફરિયાદો નોંધતી રહી છે. જેમાં ચાલુ વર્ષે બે દિવસ અગાઉ ગામમાં રસ્તા બનાવવા બાબતે ગામના સરપંચે ચાર ઈસમો વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારબાદ સરપંચ તરફી જૂથના મનતા કેટલાક ઈસમોએ રસ્તો બનાવવાના મુદ્દે ગેરકાયદે મંડળી રચી તલવાર લાકડી જેવા મરાક હથિયારો સાથે રણછોડ ભગવાન વસાવા સહિતના કુલ 16 ઈસમોએ શંકર ગોમાનભાઈ પટેલ ઉપર તલવારથી હુમલો કરી ગંભીર ઈજાઓ કરી હતી. તેમજ ભદ્રેશભાઈ બાલુભાઈ પટેલને ડાબા હાથમાં લાકડીના સપાટા મારી ઈજા કરી હતી. તેમજ વિજયભાઈને ગડદા પાટુ માર માર્યો હતો. ટોળાએ ડાહ્યાભાઈ પટેલ ઘરે હુમલો કરી બારીના કાચ તોડી નાંખ્યા હતાં.

પલંગ ઉપરની ચાદરસળગાવી દીધી હતી. અને બે મોટરસાઈકલની તોડફોડ કરી હતી. ગુના અંગે ભદ્રેશ બાલુભાઈ પટેલે રણછોડ ભગવાન વસાવા, જિતેન્દ્ર અંબાલાલ પટેલ, સુરેશ કાળીદાસ વસાવા, હિરેન પંકજ પટેલ, મહેન્દ્ર મંગાભાઈ પટેલ, દુર્લભ છગન પટેલ, દિવ્યેશ દિનેશ પટેલ, અશ્વિન રણછોડ વસાવા, નિતિન રણછોડ વસાવા, અનિલ ચિમન વસાવા, રાજેન્દ્ર રમણ વસાવા, ભરત ગણપત પટેલ, હરેશ નાથુ પટેલ, ઉપેશ સુકાભાઈ પટેલ, ભૂપેન્દ્ર સુકાભાઈ પટેલ, દિનેશ દલપત પટેલ મળી કુલ 16 વિરુદ્ધ ફરિયાદ નોધાઈ છે.

કાચ તોડી ઘરમાં ચાદર સળગાવી બે બાઈકની તોડફોડ

અન્ય સમાચારો પણ છે...