Home » Gujarat » Bardoli Jilla » Vankal » કોસાડીમાં જુગાર રમતા બે યુવકો 10195ના મુદ્દામાલ સાથે ઝડપાયા

કોસાડીમાં જુગાર રમતા બે યુવકો 10195ના મુદ્દામાલ સાથે ઝડપાયા

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 06:10 AM

માંગરોળ તાલુકાના કોસાડી ગામે નહેરમાં મુંબઈ વરલી મટકાનો જુગાર મરતા રમાડતાં બે ઈસમને માંગરોળ પોલીસે રેડ કરી 10195ના...

  • કોસાડીમાં જુગાર રમતા બે યુવકો 10195ના મુદ્દામાલ સાથે ઝડપાયા
    માંગરોળ તાલુકાના કોસાડી ગામે નહેરમાં મુંબઈ વરલી મટકાનો જુગાર મરતા રમાડતાં બે ઈસમને માંગરોળ પોલીસે રેડ કરી 10195ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ભાગી છૂટતાં વોન્ટેડ જાહેર કર્યો હતો.

    માંગરોળ પોલીસને કોસાડી ગામે સુરેશ સોમાભાઈ વસાવાના ઘરના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં મુંબઈ ટાઈમ બજાર વરલી મકાનો નિકળતાં આંકો ઉપર જુગાર રમાય રહ્યાની બાતમી મળતાં પો.કો આરિફખાન પઠાણ, અરવિંદ જોગટાભાઈ, મુકેશ હરિલાલ વગેરે પોલીસની ટીમે રેડ કરતાં મનુ મગનભાઈ વસાવા (કોસાડી) તેમજ અંગ ઝડતી લેતા 1400 મળી આવ્યા હતાં. જ્યારે સુરેશ સોમા વસાવા (કોસાડી) ભાગી છૂટ્યો હતો. પોલીસને સ્થળ પરથી આંકડા જુગારની રકમ 8795 અને મુદ્દામાલ મળી આવ્યો હતો. બંને આરોપીઓ તેમજ ભાગી છૂટેલા અન્ય એક ઈસમ વિરુદ્ધ પોકો આસિફ ખાને ફરિયાદ નોંધાવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ