Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » વાંકલની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ જાપાની ભાષા શીખશે

વાંકલની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ જાપાની ભાષા શીખશે

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 06:05 AM

વાંકલ | માંગરોળ તાલુકાની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓને આગામી ઉનાળુ વેકેશનમાં આંતર રાષ્ટ્રીય કંપની એચએસએફ...

  • વાંકલની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ જાપાની ભાષા શીખશે
    વાંકલ | માંગરોળ તાલુકાની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓને આગામી ઉનાળુ વેકેશનમાં આંતર રાષ્ટ્રીય કંપની એચએસએફ દ્વારા નિ:શુલ્ક જાપાનીઝ ભાષા શીખવવામાં આવશે. હાલમાં જ્યારે ભારતના પ્રધાનમંત્રી દ્વારા જાપાનના સહયોગથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારે ચાર હજાર જેટલી નવી નોકરીઓનું નિર્માણ થવાનું છે. આ નોકરીઓ માટે જાપાનીઝ ભાષાની જાણકારી જરૂરી હોવાથી વાંકલની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કારકિર્દીની ઉત્તમ તક ઊભી થયેલ છે. એચએસએફ કંપની વિવિધ દેશોની 1600 જેટલી કંપનીઓને અંગ્રેજી, ચાઈનિઝ, જાપાનીઝ, કોરિયન, અરેબિક, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ તેમજ ડચ ભાષાઓ સંબંધિત સેવા પુરી પાડે છે. આ કંપની શિક્ષણ ક્ષેત્રમાં પણ આધુનિક અભિગમથી સેવા આપવાનું કાર્ય કરે ચે. જાન્યુઆરી મહિનામાં એચએસએફ કંપનીએ પ્રવાસ નિગમના સહયોગથી વાંકલ કોલેજના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સ્પેનિશ શીખવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending