NSSની વાર્ષિક શિબિરમાં વાંકલ ગામની સફાઈ કરાઈ

વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાયેલ એનએસએસ ની વાર્ષિક શિબિર...

DivyaBhaskar News Network | Updated - Feb 23, 2018, 06:00 AM
NSSની વાર્ષિક શિબિરમાં વાંકલ ગામની સફાઈ કરાઈ
વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાયેલ એનએસએસ ની વાર્ષિક શિબિર દરમિયાન ગ્રામસફાઈ યોજવામાં આવી હતી. વાંકલ એન. ડી. દેસાઈ હાઈસ્કૂલના આચાર્ય રામસિંહ વશી તેમજ પ્રોગ્રામ ઓફિસરના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અંગે સમાજમાં વિશેષ જાગૃતિ આવે એવા મૂળ આશયથી સ્વચ્છતા રેલી વાંકલ ગામમાં યોજાઈ હતી. જેમાં એનએસએસની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓએ રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના સૂત્રો પોકારી લોક જાગૃતિ કેળવવા પ્રયાસ કર્યા હતાં. ત્યારબાદ એનએસએસના વિદ્યાર્થીઓની વિવિધ ટુકડીઓ વાકંલ ગામના પંચાયત ભવન, સાઈ મંદિર, અંબાજી મંદિર, ટાંકી ફળિયુ, પાનેશ્વર મંદિર, સ્મશાન ગૃહ અને શાળાઓમાં સામૂહિક સફાઈ અભિયાન કરી લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.

X
NSSની વાર્ષિક શિબિરમાં વાંકલ ગામની સફાઈ કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App