ગીજરમ દૂધ મંડળીના પ્રમુખ પદે સફિયા કડીવાલાની વરણી

માંગરોળ તાલુકાના ગીજરમ ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં વિજેતા પેનલના સફિયાબહેન કડીવાલાની પ્રમુખપદે અન...

DivyaBhaskar News Network | Updated - Feb 23, 2018, 06:00 AM
ગીજરમ દૂધ મંડળીના પ્રમુખ પદે સફિયા કડીવાલાની વરણી
માંગરોળ તાલુકાના ગીજરમ ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં વિજેતા પેનલના સફિયાબહેન કડીવાલાની પ્રમુખપદે અન શકુબહેન વસાવાની ઉપપ્રમુખ પદે સર્વાનુમત્તે બિનહરીફ વરણી કરવામાં આવતાં બંને નવા સૂકાનીઓ અને વ્યવસ્થાપક કમિટીએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લેતા નવ માસના વહીવટદાર શાસનો અંત આવ્યો છે. પરંતુ વહીવટદારની લોન કપાતમાં ઢીલી નીતિના કારણે મંડળીની આર્થિક સ્થિતિ ડામાડોળ બનતાં નવા સુકાનીઓએ ઝઝૂમવુ પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે.

ગીજરમ ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં બે જુથો વચ્ચે સત્તાની ખેંચતાણમાં ભારે વિવાદ સર્જતા છેલ્લા નવ માસથી સરકારી વહીવટદારનું શાસન લાદી દેવામાં આવ્યું હતું, પરંતુ આખરે દૂધ મંડળીમાં વ્યવસ્થાપક સમિટીની ચૂંટણી યોજાતા સફિયાબેહન કડીવાલાની પેનલમાં ફરી સભાસદોએ વિશ્વાસ મુકી વિજેતા બનતાં પાંચ વર્ષ માટે સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે.દૂધ મંડળીના બંને મહિલા સુકાનીઓને સ્વચ્છ ઉમદા નમૂનેદાર વહીવટ માટે સુમુલેડરી અને રાજ્ય સરકારના મંત્રી ગણપતભાઈ વસાવા પૂરતુ પીઠબળ પુરુ પાડી પ્રોત્સાહિત કરે તો ચોક્કસ પણે મહિલા સુકાનીઓ ઉદારણરૂપ વહીવટ કરી બતાવશે તેવું સભાસદો માની રહ્યાં છે.

X
ગીજરમ દૂધ મંડળીના પ્રમુખ પદે સફિયા કડીવાલાની વરણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App