Home » Gujarat » Bardoli Jilla » Vankal » પીપોદરામાં ગાંધી હોલ માટે જમીન ફાળવવા માંગ

પીપોદરામાં ગાંધી હોલ માટે જમીન ફાળવવા માંગ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 05:35 AM

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે મહાત્મા ગાંધી આદિવાસી હોલ માટે જમીન ફાળવવાની માંગણી સાથે આદિવાસી આગેવાનો અને...

  • પીપોદરામાં ગાંધી હોલ માટે જમીન ફાળવવા માંગ
    માંગરોળ તાલુકાના પીપોદરા ગામે મહાત્મા ગાંધી આદિવાસી હોલ માટે જમીન ફાળવવાની માંગણી સાથે આદિવાસી આગેવાનો અને પીપોદરા ગામના આદિવાસી ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યુ હતું.

    માંગરોળ તાલુકાના આદિવાસી આગેવાન સુરેશ વસાવાના નેતૃત્વમાં પીપોદરાના ગ્રામજનોએ આવેદનપત્ર મામલતદારને સુપરત કરી જણાવ્યું હતું કે આદિવાસી સમાજના પ્રસંગોની ઉજવણીમાં અગવડ પડે છે. પીપોદરા ગામે આવેલ બ્લોક નં 2વાળી ખલવાડના નામે ઓળખાતી જમીન મહાત્મા ગાંધી આદિવાસી હોલના નિર્માણ માટે ઠરાવ કરીને આપવામાં આવે તેવી અમારી માંગ છે.

    પીપોદરામાં આદિવાસી સહિત અલગ અલગ ધર્મના લોકો વસે છે. તેમાં સમાજના લોકો માટે આદિવાસીના લોકો માટે આદિવાસી હોલ ખુબ ઉપયોગી બને તેમ છે. ભૂતકાળમાં પીપોદરાના સવર્ણો અને તેમના ટ્રસ્ટને ગ્રામપંચાયતે ઠરાવો કરી જમીન ફાળવી છે. જમીન આપવાના નિર્ણયને આવકારીએ છે. સાથે આદિવાસી સમાજ માટે બનનાર હોલ માટે જમીનની ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે. સમાજના લોકોએ પીપોદરા ગ્રામ પંચાયત પાસે લેખિત માંગણી કરી 30 બાય 60 જમીન ફાળવવા માંગ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending