• Home
  • Gujarat
  • Bardoli Jilla
  • Vankal
  • ઉંમરપાડાના કેવડીમાં ટેકાના ભાવથી તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ

ઉંમરપાડાના કેવડીમાં ટેકાના ભાવથી તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ

ઉંમરપાડા તાલુકાના કેવડી ગામે આવેલ એપીએમસી માર્કેટ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકાર અંતર્ગત સાઉથ ગુજરાત...

DivyaBhaskar News Network | Updated - Mar 14, 2018, 05:35 AM
ઉંમરપાડાના કેવડીમાં ટેકાના ભાવથી તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ
ઉંમરપાડા તાલુકાના કેવડી ગામે આવેલ એપીએમસી માર્કેટ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકાર અંતર્ગત સાઉથ ગુજરાત પ્રોગેસીવ ફાર્મર સેલ્ફ રિલાયન્ટ પ્રોડ્યુસર કંપની અને નાફેડ, ગુજપ્રોના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના ટેકાના ભાવથી તુવેર ખરીદી કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ભરૂચ અને સુરત જિલ્લાના 17 ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશન કૃષિલક્ષી કામગીરી કરે છે. ઉપરોક્ત વિસ્તારના બે હજારથી વધુ ખેડૂતો તેની સાથે સંકળાયેલા છે, અને રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ખેતી કરી રહ્યાં છે. ત્યારે સમગ્ર વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય એવા હેતુથી દ. ગુજરાત પ્રોગ્રેસિવ ફાર્મર કંપનીએ ભારત સરકારે નક્કી કરેલ ટેકાના ભાવ 1090 પ્રતિ મણ અને પ્રતિ ક્વિન્ટલ તુવેરના ભાવ 5450થી તુવેરની ખરીદી શરૂ કરી છે. તુવેર ખરીદે કેન્દ્રનું ઉદ્દઘાટન કેવડી ગામના માજી સરપંચ ભીખુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોને ફાયદો થશે. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તેમજ સચિવ અધિકારી સુધાંશુભાઈએ તુવેર ખરીદી પ્રક્રિયા અંગેની માહિતી આપી હતી. ખેડૂત કંપનીના અમિતભાઈ ચૌધરી સહિત ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

X
ઉંમરપાડાના કેવડીમાં ટેકાના ભાવથી તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App