ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» કાની ગામે નમેલા વીજપોલ અને વીજતાર ગ્રામજનો માટે જોખમી

    કાની ગામે નમેલા વીજપોલ અને વીજતાર ગ્રામજનો માટે જોખમી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 14, 2018, 05:35 AM IST

    મહુવા તાલુકાના કાની ગામે દ. ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની કહેવાતી લાલીયાવાડીના પરિણામે ગ્રામજનોએ ભારે હાલકી...
    • કાની ગામે નમેલા વીજપોલ અને વીજતાર ગ્રામજનો માટે જોખમી
      કાની ગામે નમેલા વીજપોલ અને વીજતાર ગ્રામજનો માટે જોખમી
      મહુવા તાલુકાના કાની ગામે દ. ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની કહેવાતી લાલીયાવાડીના પરિણામે ગ્રામજનોએ ભારે હાલકી ભોગવવી પડે છે. ઠેરઠેર નમેલા વીજપોલ, ઝુલતા તારથી ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા છે. જેથી ગામના યુવાને આ તમામ સમસ્યા અંગે તંત્રને લેખિત રજૂઆત કરી અને સોશિયલ મીડિયાનો સહારો લઈ આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માંગ કરી હતી.

      મહુવા તાલુકાના કાની ગામે આટિયા ફળિયા વિસ્તારમાં વડોલી ફીડર પરથી એગ્રિકલ્ચર લાઈનનો વીજપાવર આવે છે. આ વીજપાવરના જીવંત વીજતારો અને વીજવોલ છેલ્લા ઘણા સમયથી નમી પડ્યા છે. જેને લઈ ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા છે. આ ઉપરાંત કાની પાદરથી નવા ફળિયા હળપતિવાસ જતા રોડ પર તાર જમીનથી ત્રણ ચાર ફૂટ ઉંચાઈએ છે. જે તાર દૂધાળાં પશુઓ અને નાનાં બાળકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યાં છે.

      એટલું જ નહીં કાની ગામે પદાર પર વડોલી ફીડરની એગ્રિકલ્ચર લાઈનની ટ્રાન્સફોર્મર સાથેની ડીપી આવેલ છે. ત્યાં ડીપી નીચેથી કરંટ પસાર થઈ રહ્યો છે.

      કાની ગામે વીજપોલના અર્થિંગમાં પાણી નાંખતા ગ્રામજનો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કાની ગામે નમેલા વીજપોલ અને વીજતાર ગ્રામજનો માટે જોખમી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top