Home » Gujarat » Bardoli Jilla » Vankal » માંગરોળમાં ગ્રામ સંજીવની સમિતિમાં સભ્યોને તાલીમ

માંગરોળમાં ગ્રામ સંજીવની સમિતિમાં સભ્યોને તાલીમ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 05:35 AM

Vankal News - વાંકલ | સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે લોકભાગીદારી દ્વારા આરોગ્ય સેવાઓનું વિસ્તરણ થાય તેમજ ગુણવત્તામાં સુધારો...

  • માંગરોળમાં ગ્રામ સંજીવની સમિતિમાં સભ્યોને તાલીમ
    વાંકલ | સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે લોકભાગીદારી દ્વારા આરોગ્ય સેવાઓનું વિસ્તરણ થાય તેમજ ગુણવત્તામાં સુધારો થાય તેવા શુભ આશયથી સુરત જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરી તેમજ જિલ્લા આર. સી. એચ અધિકારી ડો. મહેન્દ્ર છારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિના સભ્યોની ત્રણ દિવસની તાલીમ તાલુકા આરોગ્ય અધિકારી ડો. શાહીના નેતૃત્વમાં તાલુકા આરોગ્ય કચેરી ખાતે યોજાઈ હતી. ગ્રામ સંજીવની સમિતિના રાજ્યના માસ્ટર ટ્રેઈનર ડો. નઈમ મન્સુરી દ્વારા તૈયાર કરવામાં આવેલ ટ્રેઈનર ડો. કુકડીયા, ડો. ગૌરાંગ પ્રજાપતિ મેડિકલ ઓફિસર પ્રા. આ. કે. લવેટ અને તાલુકા આઈઈસી અધિકારી શનિશ્વરા દ્વારા આઠ પ્રા. આ. કે. 15 જેટલી ગ્રામ આરોગ્ય સમિતિના સભ્યોને કમિટીનો વહીવટ સુચારુ રીતે થાય તે માટે તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ