તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડુંગરી ગામના ભાજપના 15 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ડુંગરી ગામના ભાજપના 15 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાનાં વાંકલ ગામે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રેરિત યોજાયેલ સંગઠન લક્ષી બેઠકમાં ડુંગરી ગામના 15 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસપક્ષમાં જોડાતા તાલુકા કોંગ્રેસ આગેવાનોએ પક્ષમાં વિધિવત આવકાર્યા હતા.

વાંકલમ3ાં યોજાયેલી સંગઠનલક્ષી બેઠકમાં કોંગ્રેસનાં ઉમેદવાર નાનસિંગ વસાવાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યુ કે નવા સંગઠન માળખામાં નવા કાર્યકરોને હોદ્દાઓ આપી જે જવાબદારી આપવામાં આવી છે તેને પરિપૂર્ણ કરવા પક્ષના આગેવાનોના માર્ગદર્શન હેઠળ કામ કરીશું તો ચોક્કસ સફળતા મળશે. ભાજપ સરકારના પ્રજા વિરોધી નિર્ણયોને ઉજાગર કરી ઘર ઘર અને જન જન સુધી કોંગ્રેસની વિચારધારાનો સંદેશ પહોચાડવો પડશે. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામજીભાઇ ચૌધરીએ પણ સંગઠનને મજબૂત કરવાના મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરીએ જણાવ્યુ કે વાંકલ ગામથી ભૂતકાળમાં મહાગુજરાતની ચળવળ થઈ હતી. ભૂમિ લડત આંદોલનની ભૂમિ છે. પ્રજાજનોને ન્યાય અપાવવા ભૂમિ ઉપરથી આપણે સંકલ્પ કરવો પડશે અંતમાં ડુંગરી ગામના પંદર જેટલા કાર્યકરો રાહુલ ગામિત, ધર્મેશ ગામિત, જીતેન્દ્ર ગામિત, અનિકેત ગામિત, રણજીત ગામિત સહિત ભાજપના 15 કાર્યકરોને પક્ષમાં પ્રવેશ આપ્યો હતો.

વાંકલમાં કોંગ્રેસની સંગઠનલક્ષી બેઠક યોજાઇ હતી

અન્ય સમાચારો પણ છે...