તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કૃષિપાકો માટે અપાતી વીજળીમાં બે કલાકનો ઘટાડો કરાતા મુશ્કેલી

કૃષિપાકો માટે અપાતી વીજળીમાં બે કલાકનો ઘટાડો કરાતા મુશ્કેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોનેકૃષિપાકો માટે આપવામાં આવતી દશ કલાક વીજળીમાં બે કલાકનો ઘટાડો કરી માત્ર આઠ કલાક વીજળી આપવામાં આવતા કૃષિપાકોના ઊભા થયેલા જોખમના કારણે ખેડૂતોમાં વીજકંપની અને સરકાર વિરુધ્ધ રોષ ફેલાયો છે.

માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજના અગ્રણી કેતન ભટ્ટે જણાવ્યુ કે હાલમાં શિયાળુ રવિ પાક ઘઉં, ચણા, વાલ તેમજ શેરડી જેવા કૃષિપાકોની વાવણીની મોસમ પુરબહારમાં ચાલી રહી છે. ત્યારે આવા સંજોગોમાં વીજકંપની અને સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લીધા વિના વીજ પાવર આપવાના સમયમાં ઘટાડો કરી દેતા ખેડૂતોની હાલત અંત્યંત કફોડી બની છે. કૂવા બોરના પાણીથી સિંચાઇ કરતાં ખેડૂતોને ઓછી વીજળી મળે તો કૃષિપાકોમાં નુકશાની વધુ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સામી ચૂંટણીએ ખેડૂત વિરુધ્ધમાં નિર્ણય કરવામાં મુદ્દો ખેડૂતવર્ગમાં વ્યાપક પણે ગરમાય રહ્યો છે.

વધારવાની માંગ હતી ને સમય ઘટાડી દેવાયો

માંગરોળતાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદરીશ મલેકે જણાવ્યંુ કે ખેડૂતો દશના બદલે બાર કલાક વીજળીની માંગ કરી રહ્યા હતા, તેના બદલે દશ કલાકમાંથી બે કલાક વીજળી ઘટાડી દેવામાં આવી છે. એક તરફ કાળી મજૂરી કર્યા પછી ખેડૂતોને કૃષિપાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી ખેડૂતોની મુશ્કેલીમાં દિનપ્રતિદિન વધારો થાય છે.

વીજળી વિના ઘઉં, ચણા, શેરડીની વાવણીમાં મુશ્કેલી

ખેડૂતોમાં વીજકંપની અને સરકાર સામે રોષ

અન્ય સમાચારો પણ છે...