Home » Gujarat » Bardoli Jilla » Vankal » વાંકલ કોલેજ સૌર ઊર્જાથી ઝળહળતાં વીજ બિલ શૂન્ય

વાંકલ કોલેજ સૌર ઊર્જાથી ઝળહળતાં વીજ બિલ શૂન્ય

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 05:30 AM

પ્રેરણાદાયક પ્રયોગ : સરકારી વિનયન કોલેજે સૌર ઊર્જાના સફળ ઉપયોગથી લાખોના વીજ બિલની બચત થઇ રહી છે

 • વાંકલ કોલેજ સૌર ઊર્જાથી ઝળહળતાં વીજ બિલ શૂન્ય
  મહેન્દ્રસિંહ અટોદરિયા. વાંકલ ઃ માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનયન કોલેજમાં સોલાર સિસ્ટમ મુકી વીજળી મેળવવાનો વનવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પહેલા કોલેજમાં વીજકંપનીની વીજળી વરરાતી હતી. જેનું બિલ પ્રતિ બે માસ 50 હજારથી 85 હજાર આવતું હતું. પરંતુ ત્યારબાદ સોલાર સિસ્ટમ ફિટ કરી તેમાંથી ઉત્પન્ન થતી વિજળીનો જ ઉપયો કરવામાં આવતા આજે વીજબીલ શૂન્ય પર પહોંચ્યું છે. અને સરકારના લાખો રૂપિયા બચત થઇ રહી છે. હવે કોલેજ વધેલી વીજળી સામી વીજ કંપનીને આપી રહી છે. આમ ગુજરાતની અન્ય કોલેજ અન સંસ્થાઓ માટે એક દિશા ચિન્હરૂપ ઉત્તમ ઉદાહરણ વાંકલની સરકારી વિનયન કોલેજે પુરુ પાડ્યું છે.

  પહેલાં કોલેજનું વીજ બિલ મહિને 50થી 85 હજાર આવતું હતું, આજે સોલર સિસ્ટમથી મ‌ળેલી વીજળી કોલેજ વીજકંપનીને આપે છે

  વાંકલમાં રાજ્ય સરકારે બે વર્ષ અગાઉ 101 કરોડથી વધુના ખર્ચે એક અદ્યતન સુવિધારૂપ કોલેજ બિલ્ડિંગનું નિર્માણ કર્યુ છે. જેમાં હાલ કોલેજના બે હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ઉપરોક્ત કોલેજને દ. ગુજરાત વીજ કંપનીએ 55 કિલોવોટના જરૂરિયાતવાળુ વીજ જોડાણ આપેલ છે. જેથી દર બે મહિને કોલેજનું વીજ વપરાશ બિલ 50,000થી 85,000 રૂપિયા સુધીનું આવતું હતું. ત્યારબાદ વર્ષે 2017માં કોલેજ બિલ્ડિંગના ધાબા ઉપર જે. ડા. જ્વારા 27 કિલો વોટના રૂપ ટોપ સોલર સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવતાં વીજબિલમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ કોઈ ક્ષતિને કારણ ફરી વધુ વીજ બિલ આવવાનું શરૂ થતાં કોલેજના વર્તમાન પ્રસાસને આ પ્રશ્નને લઈ સોર સિસ્ટમ કાર્યરત કરનાર જે. ડા અને દ. ગુજરાત વીજ કંપની સાથે વારંવાર મિટિંગ યોજી સંકલન કર્યુ હતું.

  જેમાં વધુ વીજ બિલ આવવા પાછળનું કારણ વીજ મીટરમાં ખામી, રિડિંગ લેવામાં ભૂલ જેવા કારણો બહાર આવતાં આ મુદ્દે વીજ કંપની સાથે મળી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેમજ સોલર પેનની યોગ્ય જાળવણી શરૂ કરી હતી. જેના પરિણામે ચાલુ માસનું વીજ બિલની રકમ શૂન્ય થઈ ગઈ,. અગાઉના મહિને કોલેજનું વીજ બિલ 63,000 આવ્યું હતું. જ્યારે આશ્ચર્ય જનક ઘટના તો એ છે કે સોલર સિસ્ટમનો જનરેટ થયેલ પાવર વીજ કંપનીમાં જતો હોવાથી ચાલુ મહિને વીજ કંપની પાસેથી 61 રૂપિયા લેવાના થયા છે. આમ કોલેજ પ્રસાસનો સફળ વહીવટ તકેદારી સજાગતા એ સૌર ઉર્જાના સાધનોની યોગ્ય જાળવણીના પરિણામે રાજ્ય સરકારના લાખો રૂપિયા બચાવીને એક પ્રેરણારૂપ ઉદાહરણ વાંકલ સરકારી વિનયન કોલેજે પુરુ પાડ્યું છે.

  માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનયન કોલેજમાં ફીટ કરેલ સોલનર પેનલ.

  વીજળી બચાવવા માટે આખી કોલેજ કટિબદ્ધ

  સરકારી વિનયન કોલેજ વાંકલના આચાર્યએ જણાવ્યું કે સૌરઉર્જા સિસ્ટમમાંથી જનરેટ થલેય પાવર વીજ કંપનીમાં જાય છે. જેના વળતરના નાણા અમારા એકાઉન્ટમાં જમા થાયછે. અગાઉ ખોટા મીટર રિડિંગના કારણે વળતર નથી મળ્યું તે માટે અમે વીજ કંપની પાસે વળતરની માંગ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે કોલેજ પરિવારે વીજળી બચાવવાનો સંકલ્પ કરી વીજ પાવર વધુ ન વપરાય તેની તકાદારી રાખી છે. રવિકાંત સોલંકી, સરકારી વિનયન કોલેજના આચાર્ય

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ