• Gujarati News
  • વાંકલ સરકારી કોલેજની ટીવાય બીએસસીનું 89 ટકા પરિણામ

વાંકલ સરકારી કોલેજની ટીવાય બીએસસીનું 89 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસી વિસ્તાર માટે ગૌરવ લેવા જેવી બાબત

ભાસ્કરન્યૂઝ. વાંકલ

માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના ટીવાયબીએસસીના પ્રથમ બેચનું 89 ટકા પરિણામ આવ્યું હતું. કોલેજનું પ્રથમ વર્ષે સારું પરિણામ આવતાં વિસ્તારની આદિવાસી વિસ્તારની કોલેજના વાલીઓ ગ્રામજનો કોલેજ પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

ભૂતકાળમાં વર્ષોથી માંગરોળ અને ઉંમરપાડા તાલુકાના આદિવાસી વિદ્યાર્થીઓને કોલેજનું શિક્ષણ મેળવવા શહેરોમાં જવું પડતું હતું. પરંતુ વિસ્તારના લોકપ્રતિનિધિ અને વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના પ્રયત્નથી વાંકલ ગામે સરકારી વિજ્ઞાન કોલેજ મંજૂર કરી કોલેજ કાર્યરત કરી હતી.

કોલેજમાં ટૂંકા ગાળામાં કોલેજના પ્રિન્સિપાલ પાર્થિવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોલેજ સ્ટાફે શિક્ષણલક્ષી સફળ કામગીરી કરતાં આદિવાસી વિસ્તાર માટે ગૌરવલક્ષી પરિણામ આવ્યું છે. કોલેજમાં કેમેસ્ટ્રી, મેથ્સ, બોટની જુઓલોજી, માઈક્રો બાઈયોલોજી જેવા વિષયો સાથે વિદ્યાર્થીઓએ સ્નાતક પદવી મેળવી છે.

તેમાં પણ ખાસ બાબત છે કે મેથ્સ બોટની અને જુઓલોજીનું 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ટીવાય બીએસસીના પ્રથમ બેચમાં ચૌધરી કૃપાબહેન મનુભાઈ મેથ્સ 92 ટકા સાથે પ્રથમ, ગામિત નિકિતાબહેન નવીનભાઈ કેમેસ્ટ્રી 77.03 ટકા પ્રથમ, ગામીત શિલ્પા કેવજીભાઈ બોટની 74 ટકા સાથે પ્રથમ, ચૌધરી પ્રિયંકા દિપકભાઈ ઝુઓલોજી 74 ટકા પ્રથમ અને ચૌધરી દ્રષ્ટ્રી નરેન્દ્રભાઈ માઈક્રો બાયોલોજી 60 ટકા સાથે પ્રથમે આવતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.