• Gujarati News
  • National
  • વાંકલ | ઉત્તરપ્રદેશઅને ઉતરાખંડ રાજયમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ઉમરપાડા

વાંકલ | ઉત્તરપ્રદેશઅને ઉતરાખંડ રાજયમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ઉમરપાડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | ઉત્તરપ્રદેશઅને ઉતરાખંડ રાજયમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ઉમરપાડા તાલુકા મથક ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. ઉમરપાડા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી વસાવા, જી.પં.સભ્ય ઇન્દુબેન વસાવા, મહામંત્રી ભીખુભાઈ વસાવા, યુવા ભાજપ કાર્યકર હેમંત વસાવા, સહિતના આગેવાનોએ ઉમરપાડા તાલુકા મથક ચારરસ્તા ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. વિશ્વાસ વ્યક્ત કરતાં ભાજપ કાર્યકરોએ જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીત હવે નિશ્ચિત બની છે. તેમજ માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ભવ્ય વિજય માટે કાર્યકરોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ઉમરપાડામાં ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો

અન્ય સમાચારો પણ છે...