• Gujarati News
  • National
  • વાંકલ | અધિકજિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ શાહના માર્ગદર્શન હેઠળ

વાંકલ | અધિકજિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ શાહના માર્ગદર્શન હેઠળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | અધિકજિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ શાહના માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાના વિશ્વ વસતિ નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. યુનોના ઠરાવ મુજ વધતી વસતિ અંગે લોક જાગૃતિ માટે 1990થી વિવિધ કાર્યક્રમો ચલાવઈ રહ્યાં છે. માંગરોળ તાલુકાના આરોગ્ય કચેરી દ્વારા વાકંલ મુકામે એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ભારતની વસિત સમસ્યા અને તેના ઉકેલ વિષય ઉપર વિદ્યાર્થીઓની નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. તાલુકા આઈઈસી અધિકારી શનિશ્વરા દ્વાર નિબંધ સ્પર્ધા લેખનનો હેતુ અંગે જાણકારી આપેલ હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. શાહી તેમજ શાળાના આચાર્ય આર. બી. વશી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

વાંકલમાં વિશ્વ વસતિ દિનની ઉજવણી નિમિત્તે નિબંધ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...