તરુણીનું અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ| માંગરોળતાલુકાના નવી પારડી ગામે એક તરુણીને ગામના એક યુવકે લગ્નની લાલચ આવી વાલીપણામાંથી ભગાડી ગયો હોવાનો બનાવ બન્યો હતો. અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર માંગરોળના નાની પારડી ગામે રહેતા સંદીપ સુખાભાઈ વસાવાએ એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી સગીરાના પિતાના કાયદેસરના વાલીપણામાંથી 6 નવેમ્બરના રોજ ભગાવી ગયો હતો. શોધખોળ કરવા છતાં સગીરાની ભાળ મળતાં મંગળવારે માંગરોળ પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ આપતાં અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.