• Gujarati News
  • લવેટ ઈશનપુરના ધૂળિયા માર્ગથી મુશ્કેલી

લવેટ-ઈશનપુરના ધૂળિયા માર્ગથી મુશ્કેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના લવેટ ગામથી ઈસનપુર ગામને જોડતો કડીરૂપ આંતરિક માર્ગનું નવીનીકરણ કરવા સ્થાનિક ગ્રામજનોમાંથી પ્રબળ માગ ઉઠી છે. લવેટ ગામના હરિ ફળિયાથી ઈસનપુર ગામને જોડતો માર્ગનું નવીનીકરણ કરવા માટે આમ તો ઘણા વર્ષોથી ગ્રામજો માંગ કરી રહ્યાં છે.

માંગરોળ તાલુકાના લવેટ અને ઈસનપુર બંને ગામની ગ્રામસભાઓમાં માર્ગનું નવીનીકરણ કરવાની માંગણી કરતાં ઠરાવો વારંવાર કરવામાં આવ્યા છે. પરંતુ અધિકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારીના કારણે માર્ગના નવીનીકરણનું કામ વર્ષોથી ટલ્લે ચઢી ગયું છે. ભૂતકાળમાં દશ વર્ષ અગાઉ લવેટ ઈસનપુર માર્ગનું મેટલિંગ કામ કરવામાં આવ્યું હતું. પંરતુ દશ વર્ષનો સમય વિતવાથી માર્ગ સંપૂર્ણ પણે ખરાબ થઈ ગયો છે.

હાલમાં માર્ગ ઉપરથી ટુવ્હીલ અને ફોરવ્હીલ વાહનો પસાર થઈ શકતા નથી. ઉપરાંત લવેટ અને ઈશનપુર ગામમાં સો ટકા આદિવાસી પ્રજાજનો વસેલા છે. તેવા છેવાડાના આદિવાસોને સારા પાકા રસ્તાઓની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.

માર્ગનું તાકીદે નવીનીકરણ કરો

માર્ગઅંગે ઈસનપુર ગામના સરપંચ ગુપત વસાવાએ જણાવ્યું ઈસનપુરને જોડતા કંટવા ગામનો રસ્તાની હાલત પણ ખુબ ખરાબ છે. ખરાબ રસ્તાને કારણે પ્રજાજનોની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે સત્વરે ઉપરોક્ત માર્ગના કામ શરૂ કરવામાં આવે એવી માગણી કરાઈ છે.

લવેટનો માર્ગ બનાવવાનું મંજૂર છતાં કામ થતું નથી

લવેટગામનાયુવાન મનીષ વસાવાએ જણાવ્યું કે લવેટ ઈસનપુર માર્ગ ઉપરથી ચાલતાં પણ જઈ શકાય તેમ નથી. માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી ગાય છે. અને મેટલો ઉખડી ગયા છે. બીજી તરફ લવેટ હરિ ફળિયાથી મોટી ફળી ગામને જોડતા માર્ગનું કામ મંજર થયાનું જણાવવામાં આવે છે. પરંતુ માર્ગનું કામ શરૂ કરાતું નથી. ત્યારે બંને મહત્વના માર્ગના કામ માટે પ્રજાજનો પાસે આંદોલન કરવાનો એક માત્ર વિકલ્પ રહ્યો છે.

માંગરોળના ઈશનપુરથી લવેટ ગામે જતો અને ધૂળિયા બની ગયેલો માર્ગ.